પ્રકાશના પર્વ દીવાળી પ્રસંગે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા પ્રકાશીત ગુજરાત સમાચાર - એશિયન વોઇસનો વિક્રમ સંવત ૨૦૭૪ – અોક્ટોબર ૨૦૧૭નો લાજવાબ અને મનને મોહી લેતો દીપોત્સવી અંક વાંચીને ચોમેરથી સર્વે લવાજમી ગ્રાહક મિત્રો, વાચકો અને જાહેરખબર દાતાઅો તરફથી ખૂબજ પ્રસન્નતા વ્યક્ત કરવામાં આવી છે. સુંદર વાર્તાઅો, કવિતા-ગઝલ, જોક, હાસ્ય લેખ, માહિતીપ્રદ તેમજ મનોરંજક લેખો અને રંગબેરંગી તસવીરસહ વાંચનસામગ્રીનો ખજાનો ધરાવતો આકર્ષક ગ્લોસી પેપર ઉપર તૈયાર કરાયેલ દળદાર દીપાવલિ વિશેષાંક વર્ષોના વર્ષો સુધી સાચવી રાખવા જેવો છે તેવો મત વાચકો દ્વારા કરાઇ રહ્યો છે. કેટલાક લવાજમી વાચક મિત્રોએ તો અલગથી નાણાં ભરીને દીવાળી અંક ખરીદી પોતાના મિત્રો - સગાઅોને ભેટ આપ્યા છે.
દીપાવલિ વિશેષાંક પછી નજીકના સપ્તાહોમાં જ અમે સર્વે લવાજમી ગ્રાહકોને વાર્ષિક કેલેન્ડરની ભેટ આપવા માટે તૈયારીઅો કરી રહ્યા છીએ. આટલુંજ નહિં સર્વે લવાજમી ગ્રાહકોને અમે દર મહિને સરેરાશ એક વિશેષાંક તો ભેટ તરીકે આપી જ રહ્યા છીએ.
જો તમે પણ વિસ્તૃત, માહિતીપ્રદ અને સુયોગ્ય વાચન કરવા માંગતા હો તો આજે જ આપનું લવાજમ ભરો. આગામી ૧ જાન્યુઆરી ૨૦૧૮ સુધી લવાજમ ભરનાર સર્વે લવાજમી ગ્રાહકોને અમે દિવાળી અંક ભેટ આપીશું. આપ મિત્રો અને સંબંધીઅોને પણ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' ના લવાજમની ભેટ આપી શકો છે. વધુ માહિતી માટે સંપર્ક: 020 7749 4080.
