જાણીતા નિર્માતા અને સબ ટીવીના સ્થાપક ગૌતમ અધિકારીનું ૨૭મી ઓક્ટોબરે નાની બીમારી બાદ અવસાન થયું છે. તેઓ ૬૭ વર્ષના હતા. મરાઠી ટીવી ઉદ્યોગમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું હતું. તેમના અંતિમ સંસ્કાર ૨૮મીએ શનિવારે, સવારે ૧૧ વાગે વિલે પાર્લે સ્મશાનગૃહમાં થયા હતા. ગૌતમ અધિકારીએ તેમના ભાઈ માર્કંડ અધિકારી સાથે મળીને શ્રી અધિકારી બ્રધર્સ (SAB) ગ્રુપની સ્થાપના ૧૯૮૫માં કરી હતી.

