સુપરસ્ટાર શાહરુખ ખાન અને ફિલ્મમેકર કરણ જોહર વચ્ચેની પાક્કી મિત્રતા અને વ્યાવસાયિક સંબંધો વિશે બોલિવૂડમાં હંમેશાં ચર્ચા રહે છે. ‘કભી ખુશી કભી ગમ’, ‘કલ હો ના હો’, ‘કભી અલવિદા ના કહેના’ જેવી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવનારા શાહરુખનું કહેવું છે કે, હું અને કરણ દોસ્ત તરીકે આટલે દૂર સુધી ક્યારે આવી ગયા એ ખબર જ ન પડી. કરણ જોહર સાથેની મારી મિત્રતા અને ભાગીદારી આટલે દૂર સુધી આવી છે ત્યાં સુધીમાં અમારી વચ્ચેની દૂરીઓ ઘટી ગઈ છે. કરણ અને શાહરુખની જોડી સાથે હોય તેવી આગામી ફિલ્મ ‘ઈત્તેફાક’નો નંબર દસ છે. ‘ઈત્તેફાક’ શાહરુખની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ તેમજ કરણની ધર્મા પ્રોડક્શન સાથે મળીને બનાવે છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, કરણ જોહર અને અક્ષય ખન્ના મુખ્ય ભૂમિકામાં છે.

