‘પીકે’ અને ‘દંગલ’ પછી આમિરની ‘સિક્રેટ સુપરસ્ટાર’ ચીનમાં રિલીઝ થશે

Friday 03rd November 2017 06:49 EDT
 
 

આમિર ખાનની ‘પીકે’ અને ‘દંગલ’ પછીની તાજેતરમાં જ ભારતમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સિક્રેટ સુપરસ્ટાર’ ચીનમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મના નિર્દેશક અદ્વૈત ચંદન છે. ફિલ્મના નિર્માતા જી-સ્ટુડિયો કંપની, આકાશ ચાવલા, આમિર ખાન અને આમિરની પત્ની કિરણ રાવ છે. ‘સિક્રેટ સુપર સ્ટાર’માં કાશ્મીરની યુવતી ઝાયરા વસીમ મુખ્ય ભૂમિકામાં છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ માત્ર રૂ. ૧૫ કરોડમાં બની છે અને ભારતમાં ૧૯મી ઓક્ટોબરે રિલીઝ થઈ હતી. ફિલ્મે રિલીઝ થયાના પહેલાં સપ્તાહમાં જ આશરે રૂ. ૪૧.૫૯ કરોડની કમાણી કરી હતી. 


comments powered by Disqus