ગર્ભ નિરોધક ગોળીઓથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ

Wednesday 02nd August 2017 07:29 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાની બે સદી જૂની મિશિગન યુનિવર્સિટીએ બ્રેસ્ટ કેન્સર અંગે એક મહત્ત્વપૂર્ણ સંશોધન કર્યું છે. ગર્ભ નિરોધક ગોળીઓના કારણે મહિલાઓના શરીરમાં અમુક હોર્મોન્સનું સ્તર જોખમી રીતે વધે છે, જે આખરે સ્તન કેન્સરનું કારણ બને છે. મિશિગન યુનિવર્સિટીના ડો. કેઝર લારાએ જણાવ્યું હતું કે મહિલાઓ ગર્ભ નિરોધક ગોળીઓ ગળે છે, એમાંથી કેટલીક ગોળીઓની શરીરમાં આડઅસર થાય છે. કેટલીક ગોળીઓના કારણે શરીરમાં પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન નામના હોર્મોન્સનું પ્રમાણ ભયજનક રીતે વધી જાય છે. આ હોર્મોન્સ બ્રેસ્ટ કેન્સર નોતરવામાં લાંબાંગાળે કારણભૂત હોય છે. સંશોધન સાથે જોડાયેલી કેલી સિમ્બર નામની સંશોધકે અહેવાલમાં દાવો કર્યો હતો કે પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન બ્રેસ્ટ કેન્સરને ઉત્તેજન આપે એવા હોર્મોન્સ છે. જે સ્ત્રીની માતા, દાદી, નાનીને બ્રેસ્ટ કેન્સર થયું હોય એવી મહિલાઓને જોખમ વધુ હોવાથી તેમને કેન્સર ન થાય એ માટેની દવાઓ તબીબો આપતા હોય છે. કેટલીક બર્થ કંટ્રોલ પિલ્સથી આ બંનેનું સ્તર શરીરમાં વધે છે. તે બ્રેસ્ટ કેન્સરને નોતરે છે. આ સંશોધન છેલ્લાં એક વર્ષથી ચાલતું હતું. એમાં જણાયું હતું કે ગોળીઓ ગળતી મહિલાઓને આડઅસર થવાનો સમયગાળો ત્રણ વર્ષથી ૧૦ વર્ષ સુધીનો પણ હોઈ શકે છે.


comments powered by Disqus