લંડનઃ લંડન ઈન્સ્ટિટ્યુટ ઓફ બેંકિંગ એન્ડ ફાયનાન્સ દ્વારા યોજાયેલી IFS ઈન્વેસ્ટર્સ ચેલેન્જમાં મિલ હિલ કાઉન્ટી સ્કૂલની ટીમ ફાઈનલમાં પહોંચી હતી. સ્પર્ધામાં રહેલી ૧૦,૦૦૦ ટીમોમાં ટીમ સપ્લાય યોર ડિમાન્ડ આઠમા ક્રમે આવી હતી. વિદ્યાર્થીઓની આ સૌથી યુવા ટીમમાં વૈષ્ણવી કુમારી. કવિ શર્મા, ઈશાન દત્તા અને નાવિદ અમીનીયાનો સમાવેશ થાય છે.
તેમણે શેરોનું ટ્રેડિંગ કર્યું હતું. ટીમ દ્વારા યેન વિષે પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. એકંદરે તેઓ ચોથા સ્થાને રહ્યા હતા અને તેમને VIP day in Londonનું ખાસ પ્રાઈઝ અપાયું હતું. તેમણે લંડનના આધુનિક સ્થાપત્યોની મુલાકાત લીધી હતી. તે પછી તેમણે ગ્રેટ એસ્કેપ ગેમમાં ભાગ લીધો હતો. રૂમમાંથી બહાર નીકળવા માટે તેમણે કોયડા અને ઉખાણા ઉકેલ્યા હતા. નિર્ધારિત સમય પૂરો થવામાં એક સેકન્ડ બાકી હતી ત્યારે તેઓ રૂમમાંથી બહાર નીકળ્યા હતા. છેલ્લે તેમણે સોસાયટી જનરલના ટ્રેડિંગ ફ્લોર અને મેટલ એક્સચેન્જની મુલાકાત લીધી હતી.
