કરોડોના ખર્ચે બનેલી ભવ્યાતિભવ્ય ફિલ્મ ‘બાહુબલી ૨’

Wednesday 03rd May 2017 06:54 EDT
 
દેશ માટે ૨૮મી એપ્રિલ ‘બાહુબલી ડે’ બની ગયો હતો. બાહુબલીના બીજા ભાગે પહેલા જ દિવસે રૂ. ૧૦૦ કરોડની કમાણી કરી ધૂમ મચાવી હતી. હૈદરાબાદમાં ફિલ્મસ્ટાર પ્રભાસ (બાહુબલી)ના વિશાળ કટઆઉટને દૂધનો અભિષેક કરી રહેલા ચાહકો દેખાય છે.
 

દક્ષિણના દિગ્દર્શક એસ. એસ. રાજામૌલીની ફિલ્મ ‘બાહુબલીઃ ધ બિગિનિંગ’ની જોરદાર સફળતા પછી તાજેતરમાં વિશ્વભરમાં ‘બાહુબલી - ૨’ એટલે કે ‘બાહુબલી - ધ કનક્લુઝન’ રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મમાં ‘કટપ્પાને બાહુબલી કો ક્યોં મારા?’નો વિસ્તારપૂર્વક અને કરોડોના ખર્ચે બનેલો જવાબ અપાયો છે. સામાન્ય રીતે એવું થાય કે કોઈ ફિલ્મની પ્રિક્વલ કે સિક્વલમાં બહુ જમાવટ હોય એવું ભાગ્યે જ બને, પણ આ ફિલ્મ થિએટરમાં વારંવાર જોઈ શકાય એવી છે. આમ તો બાહુબલીની પૌરાણિક સ્ટોરી જેણે વાંચી હશે કે એના વિશે જે જાણતા હશે તેમને અંગુલિનિર્દેશ કરવાનીય જરૂર નહીં પડે, પણ આ ફિલ્મની પટકથા એવી રીતે લખાઈ છે કે જેના લીધે ફિલ્મ જોવી રસપ્રદ બને છે.
વાર્તા રે વાર્તા
ફિલ્મની વાર્તા પ્રથમ ફિલ્મ ‘બાહુબલી’ની વાર્તા જ્યાં પૂરી થઈ હતી ત્યાંથી શરૂ થાય છે. શિવા ઉર્ફે મહેન્દ્ર બાહુબલી (પ્રભાસ)ને રાજવી પરિવારનો વફાદાર કટપ્પા (સત્યરાજ) જણાવે છે કે અમરેન્દ્ર બાહુબલી (પ્રભાસ)ની હત્યા પોતાના હાથે ક્યા કારણે થઈ. વાર્તા ફ્લેશબેકમાં જાય છે અને શિવાના પિતા અમરેન્દ્ર બાહુબલીના યુવાનકાળમાં વાર્તા પહોંચે છે. અમરેન્દ્રને શિવાગામી પોતાનાં જ પુત્ર ભલ્લાલની સાથે જ ઉછેરે છે. સિદ્ધાંતવાદી શિવાગામી નિર્ણય કરે છે કે તેઓ અમરેન્દ્રને મહિષ્મતી દેશનો રાજા બનાવશે. એને કારણે શિવાગામીનાં પતિ નાસર અને પુત્ર ભલ્લાલને આંચકો લાગે છે. પરંતુ, રાજ્યાભિષેકના દિવસે શિવાગામી અમરેન્દ્ર બાહુબલીને બદલે ભલ્લાલદેવને રાજા બનાવે છે, કારણ કે અમરેન્દ્ર શિવાગામીની ઈચ્છાની વિરુદ્ધ દેવસેનાને પરણવા ઈચ્છતો હતો. શિવાગામીએ અમુક દિવસો પહેલાં ભલ્લાલને વચન આપ્યું હતું કે પોતે એનાં લગ્ન દેવસેના સાથે કરાવશે.
માતાએ ભલ્લાલને આપેલા આ વચનથી અજાણ અમરેન્દ્ર દેવસેનાને વચન આપે છે કે પોતે એની સાથે લગ્ન કરશે અને જીવનભર એનું ધ્યાન રાખશે. દેવસેના પણ અમરેન્દ્રને ચાહતી હતી અને એની સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. પુત્રથી નારાજ શિવગામી ભલ્લાલદેવને રાજા બનાવે છે અને અમરેન્દ્ર ભલ્લાલની સેનાનો સેનાપતિ. અમરેન્દ્ર અને દેવસેના લગ્ન કરે છે, પણ શિવાગામી એમને સ્વીકારતી નથી. દેવસેના ગર્ભવતી થાય છે અને અમરેન્દ્ર બાહુબલીના પુત્રને જન્મ આપે એ પહેલાં જ દેવસેના અને અમરેન્દ્રને શિવાગામી મહેલમાંથી કાઢી મૂકે છે. દેવસેના પુત્રને જન્મ આપે છે એ જ દિવસે કટપ્પા અમરેન્દ્ર બાહુબલીની હત્યા કરે છે. પોતે અમરેન્દ્રની હત્યા શા માટે કરી હતી એ વાત કટપ્પા શિવાને જણાવે છે. હવે શિવા ઉર્ફે મહેન્દ્ર બાહુબલી ભલ્લાલદેવ સામે બદલો લે છે. ભલ્લાલ અને મહેન્દ્ર વચ્ચે પ્રચંડ યુદ્ધ થાય છે. જેમાં ભલ્લાલનો શિવા ખાતમો બોલાવે છે. રૂ. ૨૫૦ કરોડના ખર્ચે તામિલ તેલુગુ અને હિન્દીમાં બનેલી આ ફિલ્મે વિશ્વમાં રિલીઝ પછીના ત્રણ દિવસમાંજ આશરે રૂ. ૩૦૦ કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મની સફળતાનો શ્રેય તેની કથા, પટકથા, સંગીત, માવજત, વિઝ્યુઅલ ઇફેક્ટ, સાઉન્ડ ઇફેક્ટ, કલાકારોની એક્ટિંગને આપી શકાય.

દક્ષિણના દિગ્દર્શક એસ. એસ. રાજામૌલીની ફિલ્મ ‘બાહુબલીઃ ધ બિગિનિંગ’ની જોરદાર સફળતા પછી તાજેતરમાં વિશ્વભરમાં ‘બાહુબલી - ૨’ એટલે કે ‘બાહુબલી - ધ કનક્લુઝન’ રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મમાં ‘કટપ્પાને બાહુબલી કો ક્યોં મારા?’નો વિસ્તારપૂર્વક અને કરોડોના ખર્ચે બનેલો જવાબ અપાયો છે. સામાન્ય રીતે એવું થાય કે કોઈ ફિલ્મની પ્રિક્વલ કે સિક્વલમાં બહુ જમાવટ હોય એવું ભાગ્યે જ બને, પણ આ ફિલ્મ થિએટરમાં વારંવાર જોઈ શકાય એવી છે. આમ તો બાહુબલીની પૌરાણિક સ્ટોરી જેણે વાંચી હશે કે એના વિશે જે જાણતા હશે તેમને અંગુલિનિર્દેશ કરવાનીય જરૂર નહીં પડે, પણ આ ફિલ્મની પટકથા એવી રીતે લખાઈ છે કે જેના લીધે ફિલ્મ જોવી રસપ્રદ બને છે. વાર્તા રે વાર્તાફિલ્મની વાર્તા પ્રથમ ફિલ્મ ‘બાહુબલી’ની વાર્તા જ્યાં પૂરી થઈ હતી ત્યાંથી શરૂ થાય છે. શિવા ઉર્ફે મહેન્દ્ર બાહુબલી (પ્રભાસ)ને રાજવી પરિવારનો વફાદાર કટપ્પા (સત્યરાજ) જણાવે છે કે અમરેન્દ્ર બાહુબલી (પ્રભાસ)ની હત્યા પોતાના હાથે ક્યા કારણે થઈ. વાર્તા ફ્લેશબેકમાં જાય છે અને શિવાના પિતા અમરેન્દ્ર બાહુબલીના યુવાનકાળમાં વાર્તા પહોંચે છે. અમરેન્દ્રને શિવાગામી પોતાનાં જ પુત્ર ભલ્લાલની સાથે જ ઉછેરે છે. સિદ્ધાંતવાદી શિવાગામી નિર્ણય કરે છે કે તેઓ અમરેન્દ્રને મહિષ્મતી દેશનો રાજા બનાવશે. એને કારણે શિવાગામીનાં પતિ નાસર અને પુત્ર ભલ્લાલને આંચકો લાગે છે. પરંતુ, રાજ્યાભિષેકના દિવસે શિવાગામી અમરેન્દ્ર બાહુબલીને બદલે ભલ્લાલદેવને રાજા બનાવે છે, કારણ કે અમરેન્દ્ર શિવાગામીની ઈચ્છાની વિરુદ્ધ દેવસેનાને પરણવા ઈચ્છતો હતો. શિવાગામીએ અમુક દિવસો પહેલાં ભલ્લાલને વચન આપ્યું હતું કે પોતે એનાં લગ્ન દેવસેના સાથે કરાવશે.માતાએ ભલ્લાલને આપેલા આ વચનથી અજાણ અમરેન્દ્ર દેવસેનાને વચન આપે છે કે પોતે એની સાથે લગ્ન કરશે અને જીવનભર એનું ધ્યાન રાખશે. દેવસેના પણ અમરેન્દ્રને ચાહતી હતી અને એની સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. પુત્રથી નારાજ શિવગામી ભલ્લાલદેવને રાજા બનાવે છે અને અમરેન્દ્ર ભલ્લાલની સેનાનો સેનાપતિ. અમરેન્દ્ર અને દેવસેના લગ્ન કરે છે, પણ શિવાગામી એમને સ્વીકારતી નથી. દેવસેના ગર્ભવતી થાય છે અને અમરેન્દ્ર બાહુબલીના પુત્રને જન્મ આપે એ પહેલાં જ દેવસેના અને અમરેન્દ્રને શિવાગામી મહેલમાંથી કાઢી મૂકે છે. દેવસેના પુત્રને જન્મ આપે છે એ જ દિવસે કટપ્પા અમરેન્દ્ર બાહુબલીની હત્યા કરે છે. પોતે અમરેન્દ્રની હત્યા શા માટે કરી હતી એ વાત કટપ્પા શિવાને જણાવે છે. હવે શિવા ઉર્ફે મહેન્દ્ર બાહુબલી ભલ્લાલદેવ સામે બદલો લે છે. ભલ્લાલ અને મહેન્દ્ર વચ્ચે પ્રચંડ યુદ્ધ થાય છે. જેમાં ભલ્લાલનો શિવા ખાતમો બોલાવે છે. રૂ. ૨૫૦ કરોડના ખર્ચે તામિલ તેલુગુ અને હિન્દીમાં બનેલી આ ફિલ્મે વિશ્વમાં રિલીઝ પછીના ત્રણ દિવસમાંજ આશરે રૂ. ૩૦૦ કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મની સફળતાનો શ્રેય તેની કથા, પટકથા, સંગીત, માવજત, વિઝ્યુઅલ ઇફેક્ટ, સાઉન્ડ ઇફેક્ટ, કલાકારોની એક્ટિંગને આપી શકાય.


comments powered by Disqus