ન્યૂ ઝીલેન્ડને પાછળ રાખી ભારત વન-ડે રેન્કિંગમાં ત્રીજા સ્થાને

Friday 05th May 2017 07:04 EDT
 
 

દુબઈઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા સોમવારે વન-ડે રેન્કિંગના વાર્ષિક અપડેટમાં ભારતને પાંચ પોઇન્ટનો ફાયદો થયો છે. આમ તે ન્યૂ ઝીલેન્ડને પાછળ છોડી રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. સાઉથ આફ્રિકાને ચાર પોઇન્ટ મળ્યા હતા જેને કારણે ૧૨૩ પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે જ્યારે ઓસ્ટ્રેલિયા ૧૧૮ પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. તેને એક પણ વધુ પોઇન્ટ મળ્યો નથી. ભારત ૧૧૭ પોઇન્ટ સાથે ત્રીજા નંબરે છે અને ચોથા નંબરે રહેલી ન્યૂ ઝીલેન્ડ કરતાં બે પોઇન્ટ વધુ ધરાવે છે. ન્યૂ ઝીલેન્ડને બે પોઇન્ટ મળ્યા હતા અને તેના હવે ૧૧૫ પોઇન્ટ થઈ ગયા છે.
ઇંગ્લેન્ડની ટીમ ૧૦૯ પોઇન્ટ સાથે પાંચમા સ્થાને છે. તેને એક પોઇન્ટનો ફાયદો થયો હતો. છઠ્ઠા નંબરે રહેલી શ્રીલંકાને સૌથી મોટું નુકસાન થયું છે. તેના પાંચ પોઇન્ટ ઘટાડવામાં આવ્યા છે જેને કારણે તેના હવે ૯૩ પોઇન્ટ છે. બાંગ્લાદેશનો પણ એક પોઇન્ટ ઘટાડાયો છે અને ૯૧ પોઇન્ટ સાથે સાતમા
સ્થાને છે.
યાદીમાં પાકિસ્તાન ૮૮ પોઇન્ટ સાથે આઠમા ક્રમે છે, પરંતુ તેના પણ બે પોઇન્ટ ઓછા થયા છે. જ્યારે નવમા નંબરે રહેલી વેસ્ટ ઇન્ડિઝ ટીમના ચાર પોઇન્ટ ઓછા કરાતાં તેના હવે ૭૯ પોઇન્ટ થઈ ગયા છે. અફઘાનિસ્તાન ૫૨ પોઇન્ટ સાથે ૧૦મા અને ૪૬ પોઇન્ટ સાથે ઝિમ્બાબ્વે ૧૧મા નંબરે છે.


    comments powered by Disqus