સામગ્રીઃ પૌંઆ ૧ કપ • બાફેલા બટાકાના છુંદો ૧ કપ • આદું-મરચાની પેસ્ટ ૧ ચમચો • વરિયાળી ૧ ચમચી • કોથમીર ૧ ચમચો • મરચું અડધી ચમચી • હળદર પા ચમચી • ગરમ મસાલો અડધી ચમચી • ધાણા પાઉડર અડધી ચમચી • મીઠું સ્વાદ મુજબ • તેલ જરૂર પૂરતું
રીતઃ પૌંઆને સાફ કરીને પાણીથી ધોઈને નિતારી લો. હવે એક બાઉલમાં બાફીને છોલેલા બટાકાનો છુંદો કરો. તેમાં આદું-મરચાંની પેસ્ટ, હળદર, મરચું, ધાણા પાઉડર, ગરમ મસાલો મીઠું અને કોથમીર પણ મિક્સ કરો. એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં આ મિશ્રણમાંથી ગોળા વાળી આછા બ્રાઉન રંગના તળી લો. લીલા લસણની ચટણી સાથે સર્વ કરો.

