અનુરાગ બસુ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’નું શૂટિંગ તાજેતરમાં પૂરું થયું છે. આ ફિલ્મનું શૂટ પૂરું કરીને ફિલ્મની બહુચર્ચિત જોડી રણબીર કપૂર અને કેટરિના કૈફ હાથમાં હાથ નાંખીને સ્ટુડિયોમાંથી બહાર નીકળ્યા હતા. તે ક્ષણનો ફોટો અનુરાગ બસુએ સોમવારે ટ્વિટર પર મૂક્યો હતો. ફિલ્મના કલાકારોની બે તસવીરો મૂકીને ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યાની વાત અનુરાગે ટ્વિટર પર કરી હતી. એક તસવીરમાં બસુએ તેમની બાળપણની તસવીરો અને મોર્ફિંગ કરેલી તસવીરોનો ઉપયોગ કર્યો હતો. અન્ય એક તસવીરમાં ફિલ્મના કલાકારોને હસતાં અને હાથ પકડીને સ્ટુડિયોમાંથી બહાર આવતાં બતાવાયા હતા. તેથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા છે કે કેટ રણબીર ફરી એક તો નથી થવાના ને? કે પછી આ કોઈ ફિલ્મ પબ્લિસિટી સ્ટંટ છે?

