સંસ્થા સમાચાર તા. ૬-૫-૨૦૧૭ માટે

Tuesday 02nd May 2017 16:32 EDT
 

• શ્રી ભારતીય મંડળ, ટેમીસાઈડ દ્વારા શનિવાર તા.૬-૫-૧૭ સાંજે ૭ વાગે ભજન -ભોજન કાર્યક્રમનું ઈન્ડિયન કોમ્યુનિટી સેન્ટર, યુનિયન રોડ, એશ્ટન-યુ-લેન, OL6 8JN ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. જયેશ શુક્લ 07904 536 794
• મિલન ગ્રૂપ વોલિંગ્ટન દ્વારા હાસ્ય કલાકાર દિનકર મહેતાના કાર્યક્રમનું શુક્રવાર તા.૫-૫-૧૭ રાત્રે ૮ વાગે થોમસ વોલ ગ્રાન્ડ હોલ, ૫૨, બેનહિલ એવન્યુ, સટન SM1 4DP ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. કાંતિભાઈ 07974 640 350
• OneJAIN અને ઈન્સ્ટિટ્યુટ ઓફ જૈનોલોજી (IOJ) દ્વારા બુધવાર તા.૧૦-૪-૧૭ સાંજે ૭.૩૦ વાગે ૨૦૧૭ની સામાન્ય ચૂંટણી માટે જૈન મેનિફેસ્ટોના લોન્ચીંગનું ઓશવાલ એકતા સેન્ટર, ૩૬૬એ સ્ટેગ લેન, લંડન NW9 9AA ખાતે આયોજન કરાયું છે.
• શ્રી સનાતન મંદિર ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૬-૫-૧૭ સવારે ૧૦.૩૦ સુંદરકાંડ પાઠ, સાંજે ૭.૩૦ વાગે ૧૧ હનુમાન ચાલીસા • રવિવાર તા.૧૪-૫-૧૭ જલારામ પ્રસાદી. સંપર્ક. 01162 661 402
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૭-૫-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર સુનિતાબેન મંગલાણી (USA) અને નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી છે. સંપર્ક. 020 8459 5758
• દેવન ચેરિટેબલ ટ્ર્સ્ટ દ્વારા શુક્રવાર તા.૧૨-૫-૧૭ સાંજે ૬થી રાત્રે ૧૧.૩૦ દરમિયાન શ્રી પરેશબાવાની ઉપસ્થિતિમાં ‘મહાઉત્સવ’માં શ્રીમત વલ્લભાચાર્ય પ્રાગટ્ય મહોત્સવ, લોટી ઉત્સવ, રાસગરબા અને વચનામૃતનું કડવા પાટીદાર સેન્ટર, કેન્મોર એવન્યુ, હેરો HA3 8LU ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. પુરુષોત્તમ મજિઠીયા 020 8908 6402
• સ્કાયલીંક ટ્રાવેલ એન્ડ ટુર્સ પ્રસ્તુત કરે છે ધમાકેદાર કોમેડી નાટક ‘જ્યાં લક્ષ્મી ત્યાં નારાયણ’ • રવિવાર તા.૭-૫-૧૭ સાંજે ૬ વાગે વુડબ્રીજ હાઈસ્કૂલ, વિન્ડેલ હોલ, એસેક્સ IG8 7DQ સંપર્ક. સુહાસ 07977 939 457 • શુક્રવાર તા.૧૨-૫-૧૭ રાત્રે ૮ વાગે બર્મિંગહામ પ્રગતિ મંડળ સેમ્પસન રોડ, સ્પાર્કબ્રુક, બર્મિંગહામ B11 1JP સંપર્ક. સુભાષ07962 351 170 • શનિવાર તા.૧૩-૫-૧૭ રાત્રે ૮ વાગે ઓએસીસ એકેડેમી, શર્લી પાર્ક, ક્રોયડન, CR9 7AL સંપર્ક. કલ્પનાબેન020 8683 3962 • રવિવાર તા.૧૪-૫-૧૭ બપોરે ૧.૩૦ વાગે કેનન્સ હાઈસ્કૂલ, શેલ્ડન રોડ, એજવેર, લંડન HA8 6AN સંપર્ક. સુધાબેન 07956 815 101 • સાંજે ૭.૩૦ વાગે વિલોટ્સ સેન્ટર, ડાર્કસ લેન, હર્ટફર્ડશાયર EN6 2HN સંપર્ક. નીતીન શાહ 020 8361 2475
• ધ ભવન - ભારતીય વિદ્યા ભવન 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14
9HEખાતેના કાર્યક્રમો - શનિવાર તા.૧૩-૫-૧૭ સાંજે ૬ વાગે RCOG ઈન્ડિયન લાયેઝન ગ્રૂપ દ્વારા ‘ધ સિલ્વર સ્ક્રીન દીવાઝ’- ભારતીય સિનેજગતની મહિલાઓને અંજલિ - રવિવાર તા.૧૪-૫-૧૭ સાંજે ૫.૩૦ ક્ષેત્ર ડાન્સ કંપની દ્વારા ભરતનાટ્યમ ડાન્સ શોકેસ – સોમવાર તા. ૧૫-૪-૧૭ ભવન્સના પૂર્વ ચેરમેન દલાજી (માણેક દલાલ OBE)ના માનમાં મેમોરિયલ સર્વિસ સંપર્ક. 020 7381 3086
રાજપૂત સમાજ, યુકેના નવા હોદ્દેદારો
રવિવાર તા.૩૦-૪-૧૭ના રોજ યોજાયેલી રાજપૂત સમાજ યુકેની વાર્ષિક સાધારણ સભામાં મહેન્દ્રસિંહ જાડેજા પ્રમુખઃ (07956 337 898) તરીકે અને વનરાજસિંહ રાજ ઉપ-પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. અન્ય હોદ્દેદારોમાં હરેન્દ્રસિંહ જોધા (સેક્રેટરી), ભાવનાબા જાડેજા, હીમાબા જેઠવા (આસિ.સેક્રેટરી), જનકસિંહ ઝાલા (ટ્રેઝરર), હિંમતસિંહ ચુડાસમા EC, સિદ્ધાર્થસિંહ વાઘેલા EC, જયદીપસિંહ રાણા (આસિ.ટ્રેઝરર), રાજેન્દ્રસિંહ વાળા EC, રિલેશકુમાર જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સોનલબા રાઠોડ (ટ્રસ્ટી), કલ્પનાબા જાડેજા CEC, રીમાબા જેઠવા (સ્વતંત્ર નિરિક્ષક), સંદીપસિંહ ઝાલા EC જયવંતસિંહ ઝાલા CEC, મહીપાલસિંહ રાણા CEC ભરતસિંહ જાડેજા ચૂંટાયા હતા.

શુભ વિવાહ
• વસોના મૂળ વતની તથા હાલ લેસ્ટર ખાતે રહેતા સ્વ. શ્રી કનુભાઇ સી. પટેલ તથા શ્રીમતી પુષ્પાબેન કે. પટેલના પૌત્રી, કરમસદના મૂળ વતની સ્વ. શ્રી મહેન્દ્રભાઇ એમ. પટેલ તથા સ્વ. શ્રીમતી ચારુબેન એમ. પટેલના દોહિત્રી અને શ્રીમતી જયમીનીબેન અને શ્રી નિખીલકુમાર કનુભાઇ પટેલના સુપુત્રી ચિ. રૂપલના શુભલગ્ન શ્રીમતી વેલેરી અને શ્રી ફ્રેડરીક હ્યુજીસના સુપુત્ર ચિ. સ્ટુઅર્ટ સાથે તા. ૨ જૂન ૨૦૧૭ના રોજ નિરધાર્યા છે. નવદંપત્તીને "ગુજરાત સમાચાર" પરિવાર તરફથી શુભકામનાઅો.
• કરમસદના વતની અને હાલ લેસ્ટરમાં રહેતા શ્રીમતી હાર્દિકાબેન અને ડો. જતીનભાઇ વિષ્ણુપ્રસાદ પટેલના સુપુત્ર ચિ. અક્ષયના શુભ લગ્ન શ્રીમતી સાધનાબેન અને શ્રી તુષારભાઇ પટેલના સુપુત્રી ચિ. ગીરા સાથે તા. ૨૧મી જુલાઇના રોજ નિરધાર્યા છે. નવદંપત્તીને "ગુજરાત સમાચાર" પરિવાર તરફથી શુભકામનાઅો.
• અમેરિકાના જેક્સનવિલે ખાતે રહેતા શ્રીમતી સુમનબેન અને શ્રી નરેન્દ્રભાઇ છોટુભાઇ પટેલના સુપુત્રી ચિ. વિણાના શુભલગ્ન શ્રીમતી મંજુલાબેન અને
શ્રી જીતેન્દ્રીયા નાયકના સુપુત્ર ચિ. પારસ સાથે તા. ૮ જુલાઇ ૨૦૧૭ના રોજ નિરધાર્યા છે. નવદંપત્તીને "ગુજરાત સમાચાર" પરિવાર તરફથી શુભકામનાઅો.
• વસોના મૂળ વતની અને હાલ લંડન ખાતે રહેતા શ્રીમતી મમતાબેન અને શ્રી કમલેશભાઇ બાબુભાઇ પટેલના સુપુત્રી ચિ. કૃતિકાના શુભલગ્ન ધર્મજના મૂળ વતની શ્રીમતી યશુબેન અને શ્રી પ્રવિણભાઇ પટેલના સુપુત્ર ચિ. કિરણ સાથે તા. ૧૨ અોગષ્ટ ૨૦૧૭ના રોજ ન્યુપોર્ટ સાઉથ વેલ્સ ખાતે નિરધાર્યા છે. નવદંપત્તીને "ગુજરાત સમાચાર" પરિવાર તરફથી શુભકામનાઅો.

• ભાદરણના મૂળ વતની અને હાલ લેસ્ટર ખાતે રહેતા શ્રીમતી કાશ્મિરાબેન (મીરા) અને શ્રી નૈનેશભાઇ મહેન્દ્રભાઇ પટેલ OBEના સુપુત્ર ચિ. નિકેશના શુભલગ્ન સોજીત્રાના મૂળ વતની શ્રીમતી નયનાબેન અને શ્રી નરેન્દ્રભાઇ પટેલના સુપુત્રી ચિ. નિતુ સાથે શનિવાર તા. ૧૯ અોગસ્ટ ૨૦૧૭ના રોજ લંડન ખાતે નિરધાર્યા છે. નવદંપત્તીને "ગુજરાત સમાચાર" પરિવાર તરફથી શુભકામનાઅો.


comments powered by Disqus