અમેરિકામાં ૧૮ મહિનાનો ટ્રેનિંગ કોર્સ પૂરો કર્યા બાદ અફઘાનિસ્તાનના વાયુદળની પ્રથમ મહિલા પાઈલોટ ૨૫ વર્ષીય નીલોફર રહમાનીએ પોતે અફઘાનિસ્તાન પાછી ફરે તો જાનનું જોખમ હોવાનું જણાવીને અમેરિકામાં આશ્રય માગ્યો છે. અમેરિકાના વિદેશ વિભાગ તરફથી ૨૦૧૫માં ‘વુમન ઓફ કરેજ’નો એવોર્ડ મેળવનારી નીલોફર મહિલાઓની પરિસ્થિતિ સુધારવાના પ્રયાસો માટે ઉદાહરણ સમાન હતી. અફઘાન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ નીલોફરની વાત ખોટી હોવાનું કહીને જણાવ્યું હતું કે દેશમાં સેંકડો શિક્ષિત મહિલાઓ અને મહિલા નાગરિક અધિકાર કાર્યકર્તાઓ કામ કરે છે અને તેઓ સલામતી અનુભવે છે.

