ભણતર અધૂરું છોડનાર જો ફેન્કીની કંપનીમાં ૬૦ હજારથી વધુ લોકો કામ કરે છે

Wednesday 04th January 2017 05:26 EST
 
 

નામ છે, જો કેન્ફી. તેમની કંપની લેન્સ ટેક્નોલોજીમાં ૬૦ હજારથી વધુ કર્મચારી છે તેમ છતાં જાતે ફેક્ટરી ફ્લોર ઉપર નજરે ચઢે છે. લોકોનું કામ જુએ છે અને ક્યારેક ક્યારેક વર્કરને હટાવીને મશીન ઉપર કામ કરવા લાગે છે.
૪૫ વર્ષીય એન્ટરપ્રેન્યોર જો કાનફેઇને લો પ્રોફાઇલ રહેવું પસંદ છે. પબ્લિક એપરિરિયન્સ અને ઇન્ટરવ્યુથી બચે છે. જોનો બાળપણ મુશ્કેલીમાં વીત્યો છે. જ્યારે તે પાંચ વર્ષની હતી ત્યારે માનું નિધન થઇ ગયું. પિતા દુર્ઘટનાનો ભોગ બન્યા તો તેમની દેખરેખની જવાબદારી પણ તેમના માથે આવી ગઇ. ૧૬ની વયે ભણતર અધવચ્ચે પડતું મૂકી તેમના ગામ શેનજેન આવી ગઇ. તે એક ફેક્ટરીમાં કામ કરવા લાગી જ્યાં ઘડિયાળના લેન્સ બનાવતાં હતા. અહીં કામનો કોઇ નિયમ હતો. કોઇ શિફ્ટ નહોતી. બસ કામ કરવાનું. કામ હતું ઘડિયાળના ગ્લાસ ઉપર પોલીશ કરવાનું. પરંતુ નોકરી તેમણે ત્રણ મહિનામાં છોડી દીધી. નોકરી છોડતી વખતે તેમણે લખ્યું કે હું અહીંના કામથી કંટાળી ગઇ છું અને કઇંક બીજો કામ શોધવા માંગુ છું. જોકે તેમણે નોકરી બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો.
રેઝિગ્નેશને બોસને એટલા પ્રભાવિત કર્યા કે તેમને રોકવા માટે અનેક પ્રમોશન આપ્યાં, પરંતુ ત્રણ વર્ષ બાદ જોએ પોતાની કંપની શરૂ કરી. કામ તેમણે બચતના ત્રણ હજાર ડોલરથી શરૂ કર્યું. નવી કંપની કંપની માટે અનેક કામ જાતે કરવાનું શરૂ કર્યુ. તે જાતે ગ્લાસ પોલીશ કરતી અને સ્ક્રિન પ્રિન્ટિંગ સહીત અનેક જરૂરી કામ જાતે મહેનત કરીને શીખી ગઇ.
મોટોરોલા તરફથી ૨૦૦૩ માં તેમને એક ફોન કોલ આવ્યો. કંપની નવા મોબાઇલ ફોન માટે સ્ક્રિન ગ્લાસ બનાવવા માગતી હતી. ત્યાર સુધી મોબાઇલ માટે પ્લાસ્ટિકના ગ્લાસ હતા. કંપની ઇચ્છતી હતી કે એવા ગ્લાસ બનાવે જેના પર સ્ક્રેચ ઓછામાં ઓછા પડે. તેમનાથી સવાલ કરાયો કે શું તમે કરી શકો છો? હા કે નામાં જવાબ આપો. જો જવાબ હા હશે તો સેટઅપ કરવામાં અમે મદદ કરીશું. જોએ જવાબ હામાં આપ્યો.
ઓર્ડર્સે તેમને કરોડપતિ બનાવી દીધી. પહેલા તેમની ઓફિસમાં એપાર્ટમેન્ટમાં હતી. જેથી તે રાત દિવસ ઓફિસની નજીકમાં રહે. તેમને એચટીસી, નોકિયા, સેમસંગના ઓર્ડર પણ મળ્યાં. ૨૦૦૭માં એપલથી પણ ઓર્ડર મળ્યાં. ત્યારે તેમણે પોતાની ઓફિસ ચેંગશા શહેરમાં શિફ્ટ કરી દીધી. તેમણે સ્કિલ્ડ કર્મચારી રાખવા અને નવા પ્રકારની મશીનરી અને સુવિધાઓ એકત્રિત કરવા માટે ભારે રોકાણ કર્યું. બેન્ક લોન માટે એપાર્ટમેન્ટ પણ ગિરવે મૂકી દીધો અને આવી રીતે પાંચ વર્ષની અંદર શહેરોમાં તેમની તેમની કંપનીના નિર્માણ એકમો શરૂ કર્યા. તેમની હિંમતને લીધે તેમને બા ડે માન કહેવાય છે. જેનો અર્થ છે કે એવી વ્યક્તિ જે અવું કામ કરે છે જે કામ કરવામાં બીજા લોકો ડરી જાય છે. તે ગ્લાસ નિર્માણના દરેક કામને ધ્યાનથી જુએ છે અને સુરક્ષાની દરેક વ્યવસ્થા કરે છે. તે કહે છે કે એક દુર્ઘટનામાં મારા પિતાએ આંખો ગુમાવી હતી.


comments powered by Disqus