• શ્રી ભારતીય મંડળ, ટેમીસાઈડ દ્વારા શનિવાર તા.૭-૧-૨૦૧૭ સાંજે ૭થી ૯ દરમિયાન ભજન-ભોજન કાર્યક્રમનું ઈન્ડિયન કોમ્યુનિટી સેન્ટર, ૧૦૩, યુનિયન રોડ, એશ્ટન-યુ-લેન OL6 8JN ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07904 536 794
• શ્રી સનાતન મંદિર, ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQખાતેના કાર્યક્રમો • શનિવાર તા. ૭-૧-૨૦૧૭ સવારે ૧૦.૩૦ વાગે સુંદરકાંડ પાઠ, સાંજે ૭.૩૦ વાગે ૧૧ હનુમાન ચાલીસા • રવિવાર તા.૧૫-૧-૨૦૧૭ શ્રી રામધૂન સવારે ૮થી રાત્રે ૮ સુધી. સંપર્ક. 01162 661 402
• લેસ્ટર ફ્રેન્ડ્સ ઓફ ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝ દ્વારા ‘મીરાંબાઈઃ અજોડ ભક્તિ’ વિશે રમેશ પટ્ટણીના પ્રવચનનું શનિવાર તા. ૭-૧-૨૦૧૭ સાંજે ૬.૩૦થી ૯ દરમિયાન જલારામ સેન્ટર, નારબરો રોડ, લેસ્ટર, LE3 0LF ખાતે આયોજન કરાયું છે.
• લંડન સેવાશ્રમ સંઘ, ૯૯A ડેવનપોર્ટ રોડ, લંડન W12 8PB ખાતે ધ્યાન, ગાયત્રી યજ્ઞ, ભજન અને પ્રીતિ ભોજન સાથે ઓમ ડેનું રવિવાર તા.૮-૧-૧૭ સવારે ૧૦.૩૦થી બપોરે ૧.૧૫ દરમિયાન આયોજન કરાયું છે. સંપર્ક. 020 8743 9048
• ચિન્મય મિશન, યુકે દ્વારા ભજનોના કાર્યક્રમ ‘સ્વરાંજલિ’નું રવિવાર તા.૮-૧-૨૦૧૭ સાંજે ૬.૩૦ થી ૮.૩૦ દરમિયાન ચિન્મય કિર્તી, એગર્ટન ગાર્ડન્સ, હેન્ડન, NW4 4BA ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07738 176 932
• ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝ, ૧૩-૧૫ મેગ્ડેલન સ્ટ્રીટ, ઓક્સફર્ડOX1 3AE ખાતે રવિવાર તા.૧૫-૧-૧૭ થી શનિવાર ૧૧-૩-૧૭ દરમિયાન હિલેરી ટર્મ ૨૦૧૭ અંતર્ગત હિંદુ ધર્મ, સંસ્કૃત, ફિનોમેનોલોજી સહિત વિવિધ વિષયો પર લેક્ચર અને સેમિનારનું આયોજન કરાયું છે. સંપર્ક. 01865 304 300
• ધ ભવન - ભારતીય વિદ્યા ભવન 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે નેશનલ આયંગર યોગ દિવસ નિમિત્તે શનિવાર તા.૧૪-૦૧-૧૭ બપોરે ૧૨થી ૩ દરમિયાન યોગા ક્લાસ, પ્રશ્રોત્તરી અને ફિલ્મ શોનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 7381 3086
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૮-૧-૧૭ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર જાનકીબેન, પ્રેમભાઈ અને કલાવતીબેન દત્ત છે. સંપર્ક. 020 8459 5758
