કલર્સ ટીવી પર પ્રસારિત થતા રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી’ની આઠમી સિઝન પૂરી થઇ ગઇ છે. શોના વિજેતા તરીકે ૨૬ વર્ષનો શાંતનુ મહેશ્વરી જાહેર થયો છે. શાંતનુ, અને રવિ દુબે વચ્ચે કાંટે કી ટક્કરવાળી એક ટાસ્ક ફિનાલેમાં આપવામાં આવી હતી. જેમાં શાંતનુએ બાજી મારી લીધી હતી. ‘ખતરો કે ખિલાડી’ની આઠમી સિઝનના ફાઇનલ રાઉન્ડમાં શાંતનુ, હિના અને રવિને ટાસ્ક આપવામાં આવી હતી. સોશિયલ ફોટોશેરિંગ વેબસાઇટ ઇન્સ્ટાગ્રામ પર શાંતનુનો ફિનાલે રાઉન્ડની ટાસ્કનો વીડિયો વાયરલ કરાયો છે. શાંતનુને જીતમાં રોકડા, ટ્રોફી સાથે એક કાર પણ આપવામાં આવી છે. આ શો પૂર્ણ થયા બાદ કલર્સ પર રિયાલિટી શો ‘બિગ બોસ’ની અગિયારમી સિઝન શરૂ થઇ છે.

