• શ્રી સંતરામ ભક્ત સમાજ, યુકે દ્વારા શ્રી સુરેશ સોલંકીના કંઠે સંતરામ મહારાજના પદો અને ભજનો સાથે શરદપૂનમ સત્સંગનું રવિવાર તા.૮-૧૦-૧૭ના રોજ બિશપ ડગ્લાસ રોમન કેથોલિક હાઈસ્કૂલ, હેમિલ્ટન રોડ, ઈસ્ટ ફિંચલી લંડન N2 0SG ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. પરેશ પટેલ020 8907 1040
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૮-૧૦-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8459 5758
• સોજીત્રા સમાજ, યુકેના ૪૫મા વાર્ષિક સ્નેહ સંમેલનનું રવિવાર તા.૮-૧૦-૧૭ બપોરે ૩તી રાત્રે ૧૦ દરમિયાન ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો, મીડલસેક્સ HA2 8AX ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07802 718 860
• ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝ, મેગ્ડેલન સ્ટ્રીટ, ઓક્સફર્ડ OX1 3AE ખાતે રવિવાર તા.૮-૧૦-૧૭થી શનિવાર તા.૨-૧૨-૧૭ દરમિયાન હિંદુ ધર્મ, સંસ્કૃત, રીડીંગ ઈન ફિનોમેનોલોજી સહિત વિવિધ વિષયો પર નિષ્ણાતોના પ્રવચનનું આયોજન કરાયું છે. સંપર્ક. 01865 304 300
• લેસ્ટર ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝ દ્વારા ' એક્સપ્લોરિંગ દિવાલી ' વિષય પર શૌનક રિશી દાસ અને ડો. નીક સટનના પ્રવચનનું શનિવાર તા.૭-૧૦-૧૭ સાંજે ૬.૩૦ થી રાત્રે ૯ દરમિયાન જલારામ કોમ્યુનિટી સેન્ટર, જલારામ મંદિરની સામે, નારબરો રોડ, લેસ્ટર LE3 0LF ખાતે આયોજન કરાયું છે.
• સરે ગુજરાતી હિંદુ સોસાયટી, ૬૩ વિલ્મોટ વે, બેનસ્ટેડ, સરે SM7 2PZ દ્વારા દિવાળી શોપિંગ માટે લેસ્ટર ડે ટ્રીપનું શનિવાર તા.૭-૧૦-૧૭ના રોજ આયોજન કરાયું છે. કોચ સવારે ૬.૩૦ વાગે ઉપડશે. સંપર્ક. ઘનશ્યામ પટેલ 020 8773 1828
• ધ ભવન - ભારતીય વિદ્યા ભવન 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HEખાતેના કાર્યક્રમો • શુક્રવાર તા.૬-૧૦-૧૭ થી રવિવાર તા.૮-૧૦-૧૭ સવારે ૧૧થી સાંજે ૭ યોગી અને આધ્યાત્મિક ગુરુ જગ્ગી વસુદેવ (સદગુરુ) વિશે આયુષ સિંહાના પેઈન્ટિંગ્સનું એક્ઝિબિશન • શનિવાર તા. ૭-૧૦-૧૭ અને રવિવાર તા.૮-૧૦-૧૭ સાંજે ૫.૩૦ શાસ્ત્રીય નૃત્યનો કાર્યક્રમ 'નૃત્ય ઉપહાર – ૨૦૧૭' • શનિવાર તા.૧૪-૧૦-૧૭ સાંજે ૬.૩૦ સંગીત કાર્યક્રમ 'ફૂલવાલોં કી સૈર'. સંપર્ક. 020 7381 3086
• નહેરુ સેન્ટર, યુકે ૮, સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતેના કાર્યક્રમો • શુક્રવાર તા.૬-૧૦-૧૭ સાંજે ૬.૩૦ સ્વામી વિવેકાનંદના જીવન અને ઉપદેશો પર 'પપેટ શો' • સોમવાર તા.૯-૧૦-૧૭ સાંજે ૬.૧૫ અને તા.૧૦-૧૦-૧૭થી તા.૧૩-૧૦-૧૭ સવારે ૧૦થી સાંજે ૬ સુધી શ્વેતા જૈનના પેઈન્ટિંગ્સનું એક્ઝિબિશન • સોમવાર તા.૯-૧૦-૧૭ સાંજે ૬.૩૦ ગૌરીશંકર ગુપ્તાના પુસ્તકનું વિમોચન • મંગળવાર તા.૧૦-૧૦-૧૭ સાંજે ૬.૩૦ 'ખયાલ ફેસ્ટ' – સમ્રાટ પંડિતની ખયાલ ગાયકી • ગુરુવાર તા.૧૨-૧૦-૧૭ સાંજે ૬.૩૦ 'સંગમ' – ઓડિસી નૃત્યનો કાર્યક્રમ સંપર્ક. 020 7491 3567
શુભ લગ્ન
શ્રીમતી ઉર્મિલાબેન અને શ્રી મુકુન્દભાઈ આર. સામાણી (લેસ્ટર)ની સુપુત્રી ચિ. ઉષ્માના લગ્ન ચિ. ઝાકરી પર્શન સાથે રવિવાર તા.૧૪-૧૦-૨૦૧૭ના રોજ નિરધાર્યા છે. નવદંપતીને 'ગુજરાત સમાચાર' તરફથી શુભકામના
