અભિનેત્રી સેલિના જેટલીએ દસમી સપ્ટેમ્બરે ટ્વિન્સ બાળકો આર્થર અને શમશેરને જન્મ આપ્યો હતો. દશેરાના દિવસે શનિવારે શમશેરનું નિધન થયું હતું. સેલિના જેટલીએ પોતાના સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે શમશેરને જન્મ લેતાંની સાથે જ સિરિયસ હાર્ટ ટ્રબલ હતી અને તે હવે દુનિયામાં નથી. તેનો ભાઈ આર્થર હવે અમારી પાસે છે. સેલિના અને તેના પતિ પીટર હાગને આ અગાઉ પણ ટ્વિન્સ બાળકો વિન્સ્ટન અને વિરાજ છે. થોડા સમય પહેલાં જ સેલિનાના પિતાનું નિધન થયું હતું.

