અભિનેતા કુણાલ ખેમુ અને તેની અભિનેત્રી પત્ની સોહા અલી ખાનના ઘરે પુત્રીનો જન્મ થયો છે. આ ખુશખબરી કુણાલ ખેમુએ સોશિયલ મીડિયાના માધ્યમથી આપી છે. સાથે જ એણે કહ્યું કે, જણાવતા આનંદ થાય છે કે અમે માતા-પિતા બની ગયા. અમારી પુત્રી સ્વસ્થ છે. તમારી શુભકામના આશીર્વાદ તેમ જ પ્રેમ માટે આભાર. થોડા સમય પહેલાં જ સમાચાર હતા કે સોહા ડિસેમ્બર મહિનામાં માતા બનશે. જોકે સોહા એની ડિલિવરી ડેટના બે મહિના પહેલાં જ માતા બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે કુણાલ અને સોહા નવ વર્ષ સુધી એકબીજાને ડેટિંગ કર્યા બાદ ૨૫ ડિસેમ્બર ૨૦૧૫માં પરણી ગયા હતા.

