હઝલકાર ‘સૂફી મનુબરી’નું નિધન

Wednesday 04th October 2017 07:41 EDT
 
 

બ્રિટનમાં છેલ્લા પાંચ દાયકામાં ૯૦થી વધુ ગુજરાતી મુશાયરામાં શ્રોતાઓને હઝલો(હાસ્ય કવિતાઓ)થી રસ તરબોળ કરનાર મનોચિકિત્સક – હઝલ રત્ન ‘સૂફી મનુબરી’એ ૮૫ વર્ષની ઉંમરે રવિવાર તા. ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ નિધન થયું છે. તે સાંજે જ બોલ્ટન, ગ્રેટર માંચેસ્ટર ખાતે તેમની અંતિમક્રિયા(દફનવિધિ)માં સાહિત્યકારો-કાઉન્સિલરો સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. ‘સૂફી મનુબરી’ના સર્જનમાં ‘તાકેલા તીર’, ‘ધબાકો’ અને ‘રમૂજી રમખાણ’ હઝલસંગ્રહો મુખ્ય છે. તેઓ ફક્ત હઝલકાર જ નહીં ચિત્રકાર પણ હતા. એમના ખજાનામાં હાસ્ય-વ્યંગ-કટાક્ષને અનુલક્ષીને ચિત્રોનો પણ સમાવેશ થાય છે.


comments powered by Disqus