સંસ્થા સમાચાર તા. ૮-૪-૧૭ માટે

Tuesday 04th April 2017 13:32 EDT
 

• પિનાક્સ આર્ટ્સ દ્વારા ‘વેમ્બલી ટુ વડોદરા’ કાર્યક્રમનું સોમવાર તા.૧૦-૪-૧૭ સવારે ૧૧થી ૧.૩૦ હેરો લેઝર સેન્ટર, ક્રાઈસ્ટચર્ચ એવન્યુ, હેરો HA3 5BD ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. નીના કેશાની 07951 860 312
• નહેરુ સેન્ટર, યુકે દ્વારા સોમવાર તા.૧૦-૪-૧૭ સાંજે ૬.૩૦ વાગે ‘સાબરમતી આશ્રમ’ - સત્યના પ્રયોગોનું ગાંધીજીનું ઘર - ડોક્યુમેન્ટરી શોનું ૮ સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07850 374 595
• ચિન્મય મિશન યુકે, ચિન્મય કિર્તી, ૨, એગર્ટન ગાર્ડન્સ, હેન્ડન, લંડન NW4 4BA ખાતેના કાર્યક્રમો • રવિવાર તા.૯-૪-૧૭ હનુમાન જયંતિ નિમિત્તે સવારે ૧૦.૩૦થી સાંજે ૬ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસા • શુક્રવાર તા.૧૪-૪-૧૭ અને શનિવાર તા.૧૫-૪-૧૭ સવારે ૯.૩૦થી સાંજે ૫ દરમિયાન બાલ વિહાર કેમ્પ. સંપર્ક. 07783 055 755
• શ્રી સનાતન મંદિર ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૮-૪-૧૭ અને સોમવાર તા.૧૦-૪-૧૭ સાંજે ૭.૩૦ વાગે ૧૧ હનુમાન ચાલીસા • શનિવાર તા.૧૫-૪-૧૭ સવારે ૮ વાગ્યાથી ૧૦૮ હનુમાન ચાલીસા અને સાંજે ૬ વાગ્યાથી આખી રાત્રિ દરમિયાન ભજન. સંપર્ક. 01162 661 402
• શ્રી સનાતન મંદિર, એપલ ટ્રી સેન્ટર, સનાતન મંદિર રોડ, આઈફિલ્ડ એવન્યુ, ક્રાઉલી, વેસ્ટ સસેક્સ RH11 0AF ખાતે હનુમાન જયંતિ નિમિત્તે મંગળવાર તા.૧૧-૪-૧૭ સવારે ૯થી સાંજે ૬ દરમિયાન પૂજન, મહાઆરતી અને ધ્વજારોહણ થશે. સંપર્ક. 01293 530 105
• શ્રી હિંદુ કોમ્યુનિટી સેન્ટર દ્વારા હનુમાન જયંતી નિમિત્તે શનિવાર તા.૧૫-૪-૧૭ સવારે ૯થી રાત્રે ૯ દરમિયાન ગણેશપૂજા, ૧૦૮ હનુમાન ચાલીસા અને મહાપ્રસાદનું શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, ટેસલી, બર્મિંગહામ, 811 2JP ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01217 073 154
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી મીડલસેક્સUB8 2DZ ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૮-૪-૧૭ બપોરે ૩થી પ માતા કી ચૌકી, આરતી અને મહાપ્રસાદ • રવિવાર તા.૯-૪-૧૭ બપોરે ૩ વાગે ભજન અને સાંજે ૫ વાગે આરતી, બાદમાં મહાપ્રસાદ. સંપર્ક. 07882 253 540
• શ્રી ઠાકુર અનુકુલ ચંદ્રના સત્સંગનું શનિવાર તા.૮-૪-૧૭ સાંજે ૬.૩૦થી બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશન, ૧૧૬, ઈલીંગ રોડ, વેમ્બલી, લંડન HA0 4TH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રાજશ્રી રોય 07868 098775
• ગાયત્રી પરિવાર દ્વારા રવિવાર તા.૯-૪-૧૭ બપોરે ૧થી ૩ દરમિયાન પાંચ કુંડી ગાયત્રી યજ્ઞનું માંધાતા યુથ કોમ્યુનિટી સેન્ટર, ૨૦એ, રોઝમેડ એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ HA9 7EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07525 327 193
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૯-૪-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8459 5758
• QT પ્રમોશન્સ દ્વારા શનિવાર તા.૮-૪-૧૭ ના રોજ ‘એશિયન ફેસ્ટ’ અંતર્ગત એક જ દિવસે, એક જ સ્થળે, બે ઈવેન્ટ. વિવિધ પ્રોડક્ટ સર્વિસીસનું ‘એશિયન એક્સ્પો’ અને રાત્રે ૮થી ૧૧ ‘એશિયન કોમેડી નાઈટ’નું વોટફર્ડ કોલોઝિયમ, રિકમેન્સવર્થ રોડ, વોટફર્ડ WD17 3JN ખાતે આયોજન કરાયું છે.
• શ્રી જલારામ જ્યોત મંદિર, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે દર ગુરુવારે જલારામ ભજન સાંજના ૬.૩૦થી રાત્રિના ૯.૩૦ સુધી અને આરતી રાત્રે ૮ વાગ્યે અને તે પછી પ્રસાદ વિતરણ, દર શનિવારે હનુમાન ચાલીસા સવારે ૧૦.૩૦ થી બપોરના ૧ સુધી અને તે પછી પ્રસાદ. યજમાનો આવકાર્ય છે. મંદિર દરરોજ સવારે ૮થી સાંજે ૭ વાગ્યા સુધી ખુલ્લું રહે છે. સંપર્કઃ 07958 275 222
• શ્રી ગોવર્ધનનાથજીની શુદ્ધ પુષ્ટિમાર્ગીય હવેલી, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW. હવેલી દરરોજ સવારે ૭.૩૦થી સાંજે ૭.૩૦ સુધી ખુલ્લી રહેશે. દર્શન - મંગળા સવારે ૭.૩૦, શ્રીંગાર સવારે ૧૦, રાજભોગ બપોરે ૧૨, ઉથાપન સાંજે ૪, ભોગ સાંજે ૫ વાગે શયન દર્શન સાંજે ૬ વાગે થશે. મનોરથોનો લાભ મળશે. શુદ્ધ પુષ્ટિમાર્ગીય હવેલીમાં આવો. હવેલી મુખિયાજી બાલુભાઈ ત્રિવેદી સંપર્ક. 07958 275 222


comments powered by Disqus