એક સમયે પોતાના સ્થૂળ શરીરના લીધે મજાકનું પાત્ર બનતો ગાયક અદનાન સામી ફિટ એન્ડ ફાઈન બની ગયો છે અને હવે તેણે અભિનયમાં પણ પગરણ માંડ્યા છે. અદનાનની ડેબ્યુ ફિલ્મ ‘અફઘાન-ઇન સર્ચ ઓફ અ હોમ’ છે. જેનો પહેલો લુક બહાર આવ્યો છે. ફિલ્મમાં તે મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં તે સંગીતકારની ભૂમિકા ભજવશે. ફિલ્મનું નિર્દેશન રાધિકા રાવ અને વિનય સપ્રૂની જોડી કરશે. આ ફિલ્મ એવા શરણાર્થી સંગીતકારની છે જેને અશાંત પરિસ્થિતિઓના કારણે દેશ છોડીને જતા રહેવું પડે છે.

