પોતાના ફેસબુક એકાઉન્ટના તમામ ફિચર્સનો ઉપયોગ નહીં કરી શકવાને કારણે બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચને તાજેતરમાં પોતાનો પરેશાની સાથે વિચાર કરતો ફોટો ટ્વિટર પર શેર કરતા ફરિયાદ કરી હતી કે, ‘અરે યાર એફબી, તૂ ક્યોં નહીં ખુલતા હૈ મેરે લિયે... શેર કરની હૈ યાર ઉસમે કુછ બાતેં મેરી’. પોતાની સમસ્યાનો ઉલ્લેખ કરતાં બિગ બીએ એવું પણ લખ્યું છે કે, હેલો ફેસબુક જાગો... મેરા ફેસબુક પેજ પૂરી તરહ સે ખુલ નહીં રહા હૈ. યહ કઈ દિનો સે હો રહા હૈ.

