દુનિયાના એકમાત્ર યહૂદી દેશ ઇઝરાયલની રોચક વાતો

Wednesday 05th July 2017 06:57 EDT
 
 

• ઇઝરાયલ દુનિયાનો એકમાત્ર યહૂદી દેશ છે. ઇઝરાયલની એવી નીતિ છે કે આખી દુનિયામાં ક્યાંય પણ કોઇ પણ યહૂદી રહે તો તે ઇઝરાયલનો નાગરિક ગણાય.
• ઇઝરાયલની વસતી ૮૩ લાખ છે, મતલબ કે દિલ્હી શહેરની વસતી કરતાં પણ ઓછી. ૪ ઇઝરાયલની વસતી ભેગી કરો તો પણ ઉત્તર પ્રદેશની વસતીની તે બરોબરી કરી શકે નહીં. જોકે ઇઝરાયલ દુનિયાના સૌથી શક્તિશાળી દેશમાં ગણના પામે છે.
• દુનિયાનો એક માત્ર દેશ છે, જ્યાં દરેક નાગરિક એટલે કે મહિલાઓ માટે પણ લશ્કરી તાલીમ જરૂરી.
• ઇઝરાયલી વાયુ સેના દુનિયાની ચોથી સૌથી મોટી વાયુ સેના છે. ક્ષમતાની દૃષ્ટિએ ફક્ત અમેરિકા, રશિયા અને ચીન જ તેના કરતાં આગળ છે.
• ઇઝરાયલ પોતાના ઉપગ્રહ કોઇ પણ દેશ સાથે ઉપયોગમાં લેતું નથી.
• દુનિયાનો એક માત્ર દેશ, જે પૂર્ણરૂપથી એન્ટિ બેલાસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ધરાવે છે.
• ઇઝરાયલી નોટોમાં બ્રેઇલ લિપિનો ઉપયોગ થાય છે, આ પ્રકારનું તે પહેલું ચલણ છે.
• ઇઝરાયલ અત્યાર સુધીમાં ૭ સૌથી મોટી લડાઇ લડી ચૂક્યું છે, લગભગ દરેક લડાઇમાં ઇઝરાયલનો વિજય થયો છે.
• દુનિયાના સૌથી પહેલું એન્ટિ-વાઇરસ સોફ્ટવેર ઇઝરાયલમાં ૧૯૭૯માં બનાવાયું હતું.
• ઇઝરાયલ પોતાની વસતીની જરૂરિયાતની દૃષ્ટિએ ૯૫ ટકા ખાદ્યાન્ન જાતે જ પેદા કરે છે.
• ઇઝરાયલમાં છેલ્લા ૨૫ વર્ષોમાં કૃષિ ઉત્પાદનમાં ૭ ટકા વધારો થયો છે, પરંતુ પાણી પહેલાં જેટલું જ ઉપયોગમાં લે છે.
• અહીં લગભગ ૩,૫૦૦થી પણ વધુ ટેક્નોલોજી કંપની છે, જે સિલિકોન વેલી પછી બીજા ક્રમે આવે છે.
• ઇઝરાયલ આરબ જગતનો એક માત્ર દેશ છે, જ્યાં મહિલા - પુરુષોને સરખા અધિકાર મળ્યા છે.


comments powered by Disqus