લંડનઃ બેદરકારીભર્યું ડ્રાઈવિંગ કરીને ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચાડવા બદલ ગુનેગાર ઠરેલા સેન્ટ માર્ટિન્સ એવન્યુ, E6ના ૧૯ વર્ષીય હેરિસ નજીદને સ્નેર્સબ્રુક ક્રાઉન કોર્ટે ૨૮ મહિનાની જેલની સજા ફરમાવી હતી.
નજીદ પર ત્રણ વર્ષ સુધી ડ્રાઈવિંગ માટે પ્રતિબંધ મૂકાયો હતો અને તેને રિ-ટેસ્ટ આપવો પડશે. તેણે ઈન્સ્યુરન્સ વિના વાહન ચલાવતો હોવાનું પણ કબૂલ્યું હતું. ગત ૨૭ ઓક્ટોબર,૨૦૧૬ સેન્ટ્રલ પાર્ક રોડ, E6 પર તેણે ૬૦ વર્ષીય મહિલા, ૧૧ વર્ષીય કિશોર અને ૧૧ વર્ષીય કિશોરીને અડફેટે લેતા તેમને ગંભીર ઈજા થઈ હતી. ૬ નવેમ્બરે તેની ધરપકડ કરાઈ હતી. તેને જોખમી ડ્રાઈવિંગ માટે બે વર્ષ અને અકસ્માત પછી ઘટનાસ્થળેથી જતા રહેવા બદલ ચાર મહિનાની સજા કરાઈ હતી, જે એક સાથે ભોગવવાની રહેશે.
