ગયા વર્ષની માફક આ વર્ષે પણ બોલ્ટન હિંદુ ફોરમ દ્વારા ‘સ્પોર્ટ્સ મેલા ૨૦૧૭’નું રવિવાર તા.૨૩-૭-૧૭ના રોજ આયોજન કરાયું છે. સમગ્ર કોમ્યુનિટીને સ્પોર્ટ્સ એક્ટિવિટી સાથે સાંકળવાના ઉદેશથી યોજાતા ‘સ્પોર્ટ્સ મેલા’માં ગયા વર્ષે ૫૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
ખેલાડીઓ દિવસ દરમિયાન યોજાનારી ફૂટબોલ, નેટબોલ, રાઉન્ડર્સ, ખો, બેડમિન્ટન, ટેબલ ટેનીસ, ટેનીસ, બોર્ડ ગેમ્સ, ડોજ બોલ જેવી વિવિધ રમતોમાં ભાગ લઈને પોતાનું કૌશલ્ય દર્શાવશે. આ ઉપરાંત, યોગા અને બોક્સરસાઈઝની પણ ખાસ સેશન યોજાશે. ટ્રેક ઈવેન્ટ્સ અને બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓ રખાઈ છે. સૌ કોઈ સ્પોર્ટ્સ ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની સાથે મોજમસ્તી અને લિજ્જતદાર ભોજનનો પણ આનંદ માણી શકશે. ‘સ્પોર્ટ્સ મેલા’નું સેન્ટ કેથરિન એકેડેમી, ન્યૂબાય રોડ, બોલ્ટન BL2 5EQ ખાતે સવારે ૯થી સાંજે ૫ દરમિયાન આયોજન કરાયું છે. સંપર્ક. 01204 238 018
