મહેશ ભટ્ટની ફિલ્મની પાકિસ્તાનમાં રિમેક થશે

Thursday 06th July 2017 07:13 EDT
 
 

પેરેલલ સિનેમાની ફિલ્મસર્જક મહેશ ભટ્ટની ક્લાસિક ફિલ્મ ‘અર્થ’ની રિમેક પાકિસ્તાનમાં બનવાની ઔપચારિક જાહેરાત તાજેતરમાં થઈ છે.
મહેશ ભટ્ટની ‘અર્થ’માં રાજ કિરણ અને સ્મિતા પાટિલ મુખ્ય ભૂમિકામાં હતા. પાકિસ્તાનમાં બનનારી ‘અર્થ ટુ’માં રાજ કિરણનો રોલ શાન શાહિદ કરશે અને સ્મિતા પાટિલનો રોલ હુમાઇમા મલિક કરશે. શબાના આઝમીવાળો રોલ ઉઝમા હસન અને કુલભૂષણ ખરબંદાનો રોલ મોહિબ મિર્ઝા કરશે. આ ફિલ્મમાં સાંપ્રત પ્રેમકથા આવરી લેવાશે અને એ લાહોરની પૃષ્ઠભૂમિ પર બનશે એવી માહિતી પણ મળી હતી.


comments powered by Disqus