• નારાયણ સેવા સંસ્થાન, યુકે દ્વારા પૂ.દિલીપભાઈ જોશીની કથાનું શુક્રવાર ૭-૭-૧૭થી રવિવાર તા.૯-૭-૧૭ બપોરે ૪થી સાંજે ૭ દરમિયાન લીડ્સ હિંદુ મંદિર, ૩૬, એલેક્ઝાન્ડ્રા રોડ, લીડ્સ, LS6 1RFખાતે આયોજન કરાયું છે. સંપર્ક. વસંત મિસ્ત્રી 07713 791 877.
• શ્રી ઠાકુર અનુકુલ ચંદ્રના સત્સંગનું શનિવાર તા. ૮-૭-૧૭ સાંજે ૬.૩૦થી બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશન, ૧૧૬ ઈલિંગ રોડ, વેમ્બલી લંડનHA0 4TH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રાજશ્રી રોય 07868 098 775
• ગ્રીનફર્ડના નૂતન ‘શ્રી જલારામ મંદિર’ની શિલારોપણ વિધિ રવિવાર તા.૯-૭-૧૭ સવારે ૧૧થી ૧૨.૩૦ દરમિયાન ૩૯-૪૫, ઓલ્ડફિલ્ડ લેન સાઉથ, ગ્રીનફર્ડ UB6 9LB ખાતે યોજાશે. સંપર્ક. 020 8578 8088
• દેવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂ. અક્ષયકુમારજી દ્વારા ‘ષોડસગ્રંથ’ વિષય પર પ્રવચનનું શનિવાર તા.૧૫-૭-૧૭ બપોરે ૪થી સાંજે ૬ દરમિયાન Luv નાથદ્વારાવાલા, ૧૫૨ ડ્રેગન રોડ, હેટફિલ્ડ AL10 9NZ ખાતે આયોજન કરાયું છે. મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. કૌશિક નથવાણી 07753 618 625
• ગાયત્રી પરિવાર ક્રોલી દ્વારા શનિવાર તા.૧૫-૭-૧૭ બપોરે ૨થી સાંજે ૫ દરમિયાન દીપ યજ્ઞ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણીનું સનાતન મંદિર ક્રોલી (એપલ ટ્રી સેન્ટર) આઈફિલ્ડ એવન્યુ, RH11 0AF ખાતે આયોજન કરાયું છે. મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 0116 266 9902
• ધર્મજ સોસાયટી ઓફ લંડન દ્વારા રવિવાર તા.૧૬-૭-૧૭ બપોરે ૨ વાગે ફન ગેમ્સ અને ફૂડના ‘SUMMER BBQ’ નું કિંગ્સબરી હાઈ સ્કૂલ, પ્રિન્સેસ એવન્યુ, NW9 9JR ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07980 929 633.
• મહાવીર ફાઉન્ડેશનની લેડિઝ વિંગ દ્વારા કિડ્ઝ ગેમ્સ, ડાન્સ કોમ્પીટીશન અને જૈન ફૂડ્સ સાથે ‘બીગ સમર મેલા’નું રવિવાર તા.૧૬-૭-૧૭ બપોરે ૧૨થી ૫ દરમિયાન કિંગ્સબરી હાઈસ્કૂલ, સ્ટેગ લેન, NW9 9AA ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. સુધા કપાસી 07424 041 398
• નહેરુ સેન્ટર, યુકે ૮, સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતેના કાર્યક્રમો • સોમવાર તા.૧૦-૭-૧૭ સાંજે ૬.૩૦ થી ૮.૩૦ દરમિયાન જાણીતા વક્તા ડો. સંદીપ કોચરનું પ્રેરક પ્રવચન • સોમવાર તા.૧૦-૭-૧૭ થી શુક્રવાર તા.૧૪-૭-૧૭ સાંજે ૬.૧૫ વર્ચ્યુઅલ આર્ટ કૃતિઓનું એક્ઝિબિશન • મંગળવાર તા.૧૧-૭-૧૭ સાંજે ૬.૩૦ ‘ભારતમાં સમૂહગાનની પરંપરા’ વિષય પર પેનલ ડિસ્કશન સંપર્ક. 020 7491 3567
રવિવાર તા.૯-૭-૨૦૧૭
ગુરુપૂર્ણિમાના કાર્યક્રમો
• ચિન્મય મિશન, યુકે દ્વારા ચિન્મય કિર્તી, ૨, એગર્ટન ગાર્ડન્સ, હેન્ડન NW4 4BA ખાતે સાંજે ૫થી ૬.૩૦ દરમિયાન વિશેષ કાર્યક્રમ. સંપર્ક. 020 8203 6288
• શ્રી સંતરામ ભક્ત સમાજ યુકે દ્વારા બિશપ ડગ્લાસ રોમન કેથોલિક હાઈ સ્કૂલ, હેમિલ્ટન રોડ, ઈસ્ટ ફિંચલી, લંડન N2 0SG ખાતે બપોરે ૧થી સાંજે ૬ સુરેશભાઈ સોલંકીના કંઠે ભજન અને પદ સાથે સંતરામ સત્સંગ મહોત્સવ. સંપર્ક. પરેશ પટેલ 020 8907 1040
• ગાયત્રી પરિવાર યુકે દ્વારા યુથ કોમ્યુનિટી સેન્ટર, રોઝમેડ એવન્યુ,વેમ્બલી, મીડલસેક્સ HA9 7EE ખાતે પાંચ કુંડી ગાયત્રી યજ્ઞ બપોરે ૧થી ૩.૩૦ સંપર્ક. 07525 327 193
• સમન્વય પરિવાર લંડન દ્વારા સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી પાર્ક, મીડલસેક્સ HA9 9PE ખાતે ˘
પૂ. સત્યમિત્રાનંદજીના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ સાંજે ૪ વાગે. સંપર્ક. 07766 988 485
• શિરડી સાંઈબાબા ટેમ્પલ (વેમ્બલી) દ્વારા બર્હામ પાર્ક, હેરોરોડ, મીડલસેક્સ HA0 2HB ખાતે રથયાત્રા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ. સવારે ૧૦.૩૦થી સંપર્ક. 020 8902 2311 વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં. ૧૧
• હ્યુમન સર્વિસ ટ્રસ્ટ યુકે અને શ્રી એડન દેપાળા મિત્ર મંડળ યુકે દ્વારા શ્રી ADMM યુકે કોમ્યુનિટી સેન્ટર, 67A, ચર્ચ લેન, લંડન N2 8DR ખાતે કિર્તન આરાધના અને ભજન બપોરે ૩થી સાંજે ૬. સંપર્ક. નરેન્દ્ર ચૌહાણ 07838 028 900 વધુ વિગત માટે જુઓ જાહેરાત
પાન નં.૧૨
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ ખાતે સવારે ૧૧થી બપોરે ૨ પૂજન અને ભજન. મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 020 8459 5758
ગુજરાત હિંદુ એસોસિએશન, લેસ્ટરના હોદ્દેદારો
ગુજરાત હિંદુ એસોસિએશન, લેસ્ટરના નવા પ્રમુખ તરીકે મગનભાઈ પી પટેલ (OBE) અને ઉપપ્રમુખ તરીકે જશવંતભાઈ આર. ચૌહાણ (OBE) ચૂંટાઈ આવ્યા છે. જ્યારે અન્ય હોદ્દેદારોમાં મગનભાઈ ડી પટેલ (મહામંત્રી), નવીનભાઈ આર રાણા (સહમંત્રી), જીવનભાઈ સી પટેલ (ખજાનચી), ધીરુભાઈ ધોળકિયા (સહખજાનચી) તથા કાંતિભાઈ એન ચુડાસમા (જનસંપર્ક અધિકારી)નો સમાવેશ થાય છે.