મ્યુઝીક કંપોઝર-સીંગર રાકેશ જોષી ભારતીય વૃંદ ગાન અને 'શિવા-ઇન્ડિયન યુથ ક્વાયર'ના ડાયરેક્ટર છે. ભારતીય વિદ્યાભવન-માંચેસ્ટરમાં ૧૭ વર્ષથી મ્યુઝીક ટીચર છે. ભારતીય સુગમ સંગીત અને ભક્તિ સંગીતમાં ખૂબ નિપૂણ છે. ૫૦થી વધુ કલાકારો સાથે તેમણે ગુજરાતના શહેરોમાં ભારતીય વૃંદગાનના કાર્યક્રમો પ્રસ્તુત કર્યા છે. ઉપરાંત તેઓ 'રાગ જયોતિ' અને 'ભારતીય વાદ્યવૃંદ' ચલાવે છે જેમાં હિન્દુસ્તાની અને કર્ણાટકી સંગીતના વાદ્યો સાથે ૩૨ કલાકારોની ઓરકેસ્ટ્રા તૈયાર કરી છે. એમના આ 'ભારતીય વૃંદગાન'માં મોટી વયના કલાકારોને કંઠ્યસંગીતની તાલીમબધ્ધ કરવામાં આવે છે.

