વધતી વય સાથે કિડની ઇન્ફેકશનનું જોખમ વધી જતું હોય છે, પરંતુ આયુર્વેદમાં કેટલાય એવા નુસખા જણાવવામાં આવ્યા છે, જે દરરોજ અજમાવીને આપણે કિડની ઇન્ફેકશનની સમસ્યામાંથી બચી શકીએ છીએ. નેશનલ આયુર્વેદ સંસ્થાન, જયપુરના આયુર્વેદિક એક્સપર્ટ ડો. ગોવિંદ પારિક જણાવે છે કે ૯ વસ્તુઓ જે દરેકના ઘરમાં હોય જ છે, તેનો ઉપયોગ કરીને કિડનીને સ્વસ્થ રાખી શકાય છે.
• દહીંઃ દરરોજ એક વાટકી દહીં ખાવું, જે કિડનીમાં સારા અને નરસા બેક્ટેરિયાના સ્તરને સંતુલિત રાખે છે.
• લીંબુ પાણીઃ રોજ એક ગ્લાસ લીંબુ પાણી પીવું. જેમાં રહેલ એન્ટિઓક્સિડન્ટ્સ કિડની ઇન્ફેકશન સામે રક્ષણ આપે છે.
• એપ્પલ સાઇડર વિનેગરઃ દરરોજ દિવસમાં ૨ વખત એક ગ્લાસ પાણીમાં ૨ ચમચી એપલ સાઇડર વિનેગર મેળવીને પીવો.
• હળદરઃ આહારમાં હળદરનું પ્રમાણ વધારવું. તેમાં રહેલ એન્ટિ બેક્ટેરિયલ તત્ત્વો કિડનીને સ્વસ્થ રાખે છે.
• એલોવેરા જ્યુસઃ દરરોજ સવારે ખાલી પેટે ૨ ચમચી એલોવેરા જ્યૂસ પીવો, જેથી કિડની ઇન્ફેકશનનું જોખમ ટળી જાય છે.
• પાણીઃ દરરોજ 8થી ૧૦ ગ્લાસ પાણી પીવો, જેથી શરીરનો કચરો બહાર નીકળી જાય છે, જેથી કિડનીને ચેપ લાગવાનું જોખમ ટળી જશે.
• બેકિંગ સોડાઃ દરરોજ એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી બેકિંગ સોડા મેળવીને પીવો.
• લસણઃ રોજ સવારે ખાલી પેટે લસણની ૨થી ૩ કળી ખાઓ. તેના એન્ટિબેક્ટેરિયલ તત્ત્વો કિડની ડિસીઝથી રક્ષણ કરે છે.
• આદુંની ચાઃ રોજ ૨ વખત એક કપ પાણીમાં આદુંનો નાનો ટુકડો ઉકાળીને પીવો.

