ન્યૂ યોર્કઃ બર્થ ડે સેલિબ્રેશનમાં મીણબતી બુઝાવવી એ કોમન છે. જોકે વારંવારની ફુંકથી કેકમાં બેકટરિયાનો ખતરો વધે છે અને આરોગ્યને નુકસાન થઇ શકે છે એમ યુએસની કલેમસન યુનિવર્સિટીના સ્ટડીમાં જાણવા મળ્યું છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ઘણી વાર બર્થ ડે કેકની મીણબતી બુઝાવવાના ઉત્સાહમાં થુંક પણ ફેલાઇ શકે છે જેનાથી કેક પર બેકટેરિયામાં ૧૪૦૦ ટકા જેટલો વધારો થાય છે.
સંશોધકોના મતે શ્વાસમાં બાયો એરોસોલ બેકટેરિયાનો સ્ત્રોત હોય છે. જે ફૂંક મારવાથી કેકની સપાટી પર ફેલાઇ શકે છે. માણસનો મોંમા અનેક પ્રકારના બેકટેરિયા હોય છે જે મોટા ભાગે હાનિકારક હોતા નથી. અલબત્ત, મોંની કોઇ તકલીફ કે બીમાર માણસની ફૂંકમાં હાનિકારક બેકટેરિયા હોઇ શકે છે. આથી આવી કેક ખાવી આરોગ્યને નુકસાનકારક છે.

