સબટીવી પર લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની દયાભાભી એટલે કે દિશા વાંકાણીને ત્યાં ૩૦મી નવેમ્બરે સવારે લક્ષ્મીજી પધાર્યાં છે. સૂત્રોના અનુસાર, ડોકટરોએ દિશાને ડિલીવરીની તારીખ ૨૦ ડિસેમ્બર આપી હતી. પરંતુ તેમના ઘરે સમય કરતા પહેલાં જ દીકરીનો જન્મ થયો છે. દિશાએ ૨૪ નવેમ્બર ૨૦૧૫ના રોજ મુંબઇના મયૂર પડિયા સાથે લગ્ન કર્યાં હતાં. દિશાએ પ્રેગ્નેન્સી દરમિયાન શોને અલવિદા કહી દીધું હતું તેવા સમાચારો વહેતા થયા હતા. તેવું પણ કહેવામાં આવ્યું હતું કે તારક મહેતાના મેકર્સ નવો ચહેરો શોધી રહ્યાં છે. પરંતુ પછીથી પ્રોડયૂસર આસિત મોદીએ સ્પષ્ટતા કરી હતી કે દિશા શોનો ભાગ બની રહેશે.
પ્રેગ્નેન્સી દરમિયાન દિશાની સાસુએ તેની બહુ કાળજી રાખી હતી. તે દિશાને શોના સેટ સુધી મૂકવા આવતા હતા. દિશાની પ્રેગ્નેન્સીને જોતા શો મેકર્સે તેના માટે શૂટિંગના કલાકો ઓછા કરી દીધા હતા.

