૩૧ વર્ષ પહેલા ટી.વી. ધારાવાહિક ‘રામાયણ’માં સીતાનું પાત્ર ભજવીને ઘરે ઘરે લોકપ્રિય બનેલી દીપિકા ચિખલિયા હવે ફરી રૂપેરી પડદે જોવા મળશે.
સુત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ હિન્દી ફિલ્મ ગાલિબના એક પાત્ર માટે દીપિકાએ હામી ભણી છે. આ ફિલ્મ અફઝલ ગુરુનો પુત્ર ગાલિબ ગુરુના જીવન પર છે. દીપિકાએ ૨૩ વર્ષ પહેલાં 'સુન મેરી લૈલા' ફિલ્મમાં કામ કર્યું હતું. જેમાં રાજાકિરણે પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. દીપિકાએ ગુજરાતના બિઝનેસમેન હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યા બાદ મનોરંજનની દુનિયાને અલવિદા કરી દીધુ હતું અને પતિના કોસ્મેટિકસના વ્યવસાયમાં એની મદદ કરતી હતી. બે પુત્રીની માતા દીપિકાને રામાનંદ સાગરની ટી.વી. ધારાવાહિક રામાયણથી ઓળખ મળી હતી. એ દરમિયાન દીપિકા અને રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ જ્યાં જાય ત્યાં એમના ચાહકો રામ-સીતા સમજીને પૂજા કરતા. રામાયણ ધારાવાહિક પુર્ણ થયા બાદ દીપિકાએ ટીપુ સુલતાન અને વિક્રમ અને બૈતાલ જેવા શોમાં પણ કામ કર્યું.

