સંસ્થા સમાચાર ગુજરાત સમાચાર અંક ૯ ડિસેમ્બર ૨૦૧૭

Thursday 07th December 2017 01:47 EST
 

• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૧૦-૧૨-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સર નેમાબહેન અને ફતુભાઈ મૂલચંદાણી તથા સુનિતાબહેન મંગલાણી (યુએસએ) છે. સંપર્ક. 020 8459 5758
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN ખાતે રવિવાર તા.૧૭-૧૨-૧૭ સવારે ૯.૩૦થી બપોરે ૪ વાગ્યા સુધી ભજનભોજન અને અંતાક્ષરીના કાર્યક્રમનું આયોજન કરાયું છે. સંપર્ક. 01772 253 901.
• શ્રી જલારામ જ્યોત મંદિર, WASP , રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે દર ગુરુવારે ભજન-પ્રસાદ સાંજે ૬.૩૦થી ૯.૧૫, આરતી ૮ વાગે બાદમાં પ્રસાદ અને દર શનિવારે હનુમાન ચાલીસા-પ્રસાદ સવારે ૧૦થી બપોરે ૧ સુધી થશે. દરરોજ બપોરે ૧થી ૨ સુધી સદાવ્રત નો લાભ મળશે. સંપર્ક. 07958 275 222
• નહેરુ સેન્ટર, યુકે ૮, સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતેના કાર્યક્રમો - સોમવાર તા.૧૧.૧૨.૧૭ સાંજે ૬.૩૦ 'લયકરી' સમીર અભ્યંકરનું શાસ્ત્રીય ગાયન – મંગળવાર તા. ૧૨.૧૨.૧૭ સુધી સવારે ૧૦થી ૬ આર્ટ એક્ઝિબિશન – 'ટ્રેડીશનલ ટુ મોડર્ન' - ગુરુવાર તા.૧૪-૧૨-૧૭ સાંજે ૬.૩૦ 'અનુગ્રહ' અનુશ્રી રાવનું ભરતનાટ્યમ નૃત્ય - શુક્રવાર તા.૧૫.૧૨.૧૭ સવારે ૧૧ 'લીટ ઓ ફેસ્ટ' લીટરેચર, આર્ટ્સ એન્ડ મ્યુઝીક ફેસ્ટિવલ સંપર્ક. 020 7493 2019
• ધ ભવન - ભારતીય વિદ્યા ભવન 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HEખાતે રવિવાર તા.૧૭.૧૨.૧૭ બપોરે ૧ વાગે ક્રિસમસ ક્વાયર સોંગ્સનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 7381 3086..


comments powered by Disqus