સૈફઅલી ખાન અને અમૃતા સિંઘની દીકરી સારાઅલી ખાન અને અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘કેદારનાથ’નું શૂટ વાયુવેગે ચાલે છે. આ ફિલ્મનું અત્યાર સુધીનું શૂટિંગ ઉત્તરાખંડમાં થયું છે. હવે ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં થશે. મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે વર્ષ ૨૦૧૮ના ડિસેમ્બરમાં રિલીઝ થનારી આ ફિલ્મ ‘કેદારનાથ’ માટે હવે મુંબઈમાં સેટ પાછળ રૂ. સાત કરોડનો ખર્ચ કરવામાં આવશે. ફિલ્મ સાથે સંકળાયેલા લોકો કહે છે કે, ફિલ્મમાં ઉત્તરાખંડમાં આવેલા પુરનો એક સીન શૂટ કરવાનો છે જેને રિયલ ટચ આપવા ફિલ્મ નિર્માતાઓ ભવ્ય સેટ તૈયાર કરવા માગે છે. આ સીન માટે મોટા વોટર ટેન્ક મંગાવાશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ સારાઅલી ખાનની પહેલી બોલિવૂડ ફિલ્મ છે.

