વોશિંગ્ટનઃ અમેરિકી વિજ્ઞાનીઓએ હૃદયરોગના હુમલા બાદ કાર્ડિયાક મસલ્સને ફરીથી વિકસાવવામાં મદદરૂપ થઈ શકે તેવું એક ઇન્જેક્ટેબલ જેલ શોધી કાઢ્યું છે. આમ તે હૃદયના દર્દીઓ માટે તે રાહતરૂપ બની શકે છે.
આ જેલ માઇક્રો આરએનએસ તરીકે જાણીતા જેન સિક્વિન્સિઝને હાર્ટના મસલમાં ધીમે-ધીમે છૂટું કરે છે તેમ પેન્સિલવેનિયા યુનિવર્સિટીના સંશોધકોએ શોધી કાઢ્યું છે.

