રાજપૂત કરણી સમાજે ફિલ્મ ‘પદ્માવતી’માં રાજપૂત ઇતિહાસને ખોટી રીતે રજૂ કરવાની વકીના કારણે હોબાળો દેખાવો અને પ્રદર્શન કર્યા પછી હવે નિર્માતા સંજય લીલા ભણસાળી અને ફિલ્મની રિલીઝ સામે બીજો એક વિરોધ ઊભો થયો છે. મુસ્લિમ સમાજના ઉલેમા-એ-હિંદ દ્વારા પણ ફિલ્મનો વિરોધ કરવા મુસ્લિમોને ફરમાન કરાયું છે. રાજપૂતો અને કરણી સેના એવી દલીલ કરે છે કે ફિલ્મમાં ‘પદ્માવતી’નાં પાત્રને ખોટી રીતે દર્શાવાયું છે, જ્યારે ઉલેમા-એ-હિંદના આક્ષેપ છે કે ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજીને ખોટી રીતે દર્શાવાયા છે. ઉલેમા-એ-હિંદના પ્રમુખ નદીમ ઉલ વજદીએ આક્ષેપો કર્યા છે કે ફિલ્મમાં ખિલજીની છબી ખરડવામાં આવી છે. આથી મુસ્લિમોએ તેનો વિરોધ કરવો જોઈએ. વજદીએ કહ્યું કે, સુલતાન ખિલજીનાં મૃત્યુ પછી ૨૫૦ વર્ષ બાદ પદ્માવતીનું પાત્ર આવ્યું હતું. આથી રાજપૂતોએ નહીં પણ મુસ્લિમોએ તેનો વિરોધ કરવાની જરૂર છે.

