તા. ૯ સપ્ટેમ્બર થી ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Saturday 09th September 2017 08:36 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ આ સમય દરમિયાન કોઈને કોઈ પ્રકારના વિઘ્નો, વિલંબ અને પ્રતિકૂળતાઓ વચ્ચેથી પસાર થવું પડશે. ધીરજની કસોટી થશે. આર્થિક અને ધંધાકીય પ્રશ્નોથી માનસિક તાણ વધતી જણાશે. પરિણામે તમારા સ્વાસ્થ્ય પર તેની અસર થશે. આથી શક્ય તેટલા ધીરજવાન અને સંયમી બનજો. સપ્તાહમાં કુટુંબના સભ્યો સાથે વિખવાદ જાગશે. આરોગ્ય અને અકસ્માતનો ભય રહે. પ્રવાસ, મહત્ત્વના મિલન-મુલાકાતો, માંગલિક અને ધાર્મિક પ્રસંગો માટે સમય મહત્ત્વનો પુરવાર થશે. મકાન-મિલકતની સમસ્યાઓના ઉકેલ માટે સમય સાનુકૂળ પુરવાર થશે. ધર્મલાભ વધશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક રાહત અને સ્વસ્થતાનો અનુભવ કરશો. મહત્ત્વના કામકાજોમાં પ્રગતિ થતાં તમારો આનંદ વધશે. સક્રિયતા વધશે. ચિંતામુક્તિ મળે. વધુ પડતા ખર્ચાનાં કારણે તેમજ અગત્યના મૂડીરોકાણના કારણે નાણાકીય ખેંચનો અનુભવ થશે. ધારી આવક થાય નહીં. એકાદ-બે લાભ કે આવકના પ્રસંગોથી કામ પાર પડતું જણાશે. નોકરિયાતોના પ્રયત્નો સફળ નીવડશે. સંઘર્ષ તથા મુશ્કેલીઓમાંથી માર્ગ મળશે. વિરોધીના હાથ હેઠા પડતાં જણાશે. કોઇ અગત્યના કરારો કે નવી તકો મળશે. સામાજિક, રાજકીય કાર્યોમાં સારી કામગીરીની કદર થતી જોવા મળશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં મનોવ્યથા અને ઉદ્વેગ રહેતા જણાશે. મન પરનો બોજ વધે તેવા પ્રસંગો બનશે. આર્થિક રીતે વધુ વિપરીત પરિસ્થિતિ રહેતા મૂંઝવણનો અનુભવ કરશો. ઉઘરાણીઓ પ્રત્યે સજાગ રહેશો. મકાન-જમીનના કામકાજોમાં વિઘ્ન કે અવરોધ જોવા મળે. તમારા મિલકતના કાર્ય ગૂંચવાય નહીં તે જોજો. વિવાદ સર્જાય. નોકરી-ધંધાના ક્ષેત્રે પ્રતિકૂળતા હશે તો તેમાંથી માર્ગ મળે અને મુશ્કેલી દૂર થાય. બદલીના સંજોગો પણ ઊભા થાય. તબિયતની કાળજી લેવી જરૂરી માનજો. હિતશત્રુઓ કે વિરોધીઓ અંતરાય ઊભા કરે. સંતાનોના માંગલિક પ્રસંગો યોજાશે.

કર્ક (ડ,હ)ઃ સપ્તાહમાં અતિશય કામકાજનું દબાણ વધશે અને વધારાના ખર્ચના પ્રસંગો આવશે. સંતાનો અંગેની સમસ્યાઓ વધશે. માનસિક રાહત જોવા મળે નહિ. પ્રતિકૂળતાના કારણે ધાર્યું કામ નિયત સમયમાં થશે નહીં. જમીન-મકાન અંગેની સમસ્યા જણાશે અને તેનો ધાર્યા ઉકેલ ન આવતા સંતોષ ન જણાય. ભાડાના કે સરકારી મકાન બાબત મુશ્કેલી પેદા થાય. આ સમય નોકરિયાતો માટે નવા ફેરફાર સર્જી આપશે. ઉપરી સાથેના સંબંધો સાચવવા જરૂરી છે. બઢતીનો પ્રશ્ન હજુ ગૂંચવાયેલો જણાશે. સંતો-મહાપુરુષોનો સમાગમ લાભ કરાવશે.

સિંહ (મ,ટ)ઃ લાગણીઓને સંયમમાં રાખશો તો જ સ્વસ્થતા અને શાંતિનો અનુભવ થશે. ખોટી ગેરસમજોના કારણે સર્જાયેલા વ્યથા-વિષાદના પ્રસંગો આ રીતે જ હળવા કરી શકશો. નાણાંકીય પ્રશ્નોનો કોઈ સારો ઉકેલ મળશે. તમારી મૂંઝવણમાંથી માર્ગ મળશે. ધિરાણ-લોન સહાય દ્વારા આર્થિક ચિંતા દૂર થશે. ખર્ચાઓ પર સંયમ રાખવો જરૂરી છે. નોકરિયાતો માટે આ સમયના યોગો પ્રગતિકારક અને આશાસ્પદ છે. અગત્યના કામકાજોમાં સફળતા મળશે. વિવાદો કે વિરોધોમાં સફળતા મળશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ પ્રગતિકારક નવરચના સાકાર થાય. વિકાસની તકો આવશે તે ઝડપી લેજો. નાણાંકીય કટોકટી કે સમસ્યાઓમાંથી બહાર નીકળવાના પ્રયત્નો સફળ થાય અને જરૂરિયાતોને પહોંચી વળવા માટે જરૂરી નાણાંની જોગવાઈ કરી શકશો. વિશ્વાસઘાતના પ્રસંગથી ચેતજો. નોકરિયાતોને વિરોધીઓ કે સહકર્મચારીઓ સાથે વાદ-વિવાદ થાય. ઉપરી સાથે માનસિક ઘર્ષણમાં ઊતરવાનું બને. છતાંય એકંદરે સાનુકૂળતા રહેશે. બદલીના સંજોગો આવે. ધંધાકીય કામકાજો ઉકેલાશે. મકાન-મિલકતની પ્રગતિ માટે આ સમય પ્રતિકૂળ સમજવો. સંતાનો તરફથી લાભ મળશે.

તુલા (ર,ત)ઃ આ સમયમાં આપને નવીન તકો મળતી જણાશે. તમારા પ્રયત્નો સફળ થશે. મહત્ત્વની વ્યક્તિની મુલાકાત લાભદાયી બની શકશે. પ્રવાસમાં વિઘ્ન જણાય. નાણાંકીય બાબતો માટે આ સમય વધુ તંગ પરિસ્થિતિ સૂચવે છે. તમારા નાણાં મળવામાં અંતરાય આવે. ખર્ચના પ્રસંગો વધી ન જાય તે જોવું રહ્યું. આ સમય મકાન-જમીન યા અન્ય પ્રકારની સ્થાવર જંગમ મિલકતો માટે પ્રતિકૂળ જણાય છે. ધાર્યું કામ વિલંબમાં પડે અને તેથી આ પ્રકારના કામ પ્રત્યે વધુ ધ્યાન આપજો. નોકરિયાત વર્ગને બદલીની શક્યતા જણાય છે. અલબત્ત જે થાય તે સારા માટે સમજવું.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહમાં તમે હવે મહત્ત્વના વળાંક તરફ આગેકૂચ કરતા હશો તેમ લાગશે. આયોજન કરશો તો સમયનો બરોબર ઉપયોગ કરી શકશો. તમારી આર્થિક ચિંતામાંથી બહાર નીકળી શકશો. આવકવૃદ્ધિના ઉપાયો કારગત નીવડશે. જૂની લેણી રકમો, લોન વગેરે મેળવી શકશો. નોકરિયાતોને કામકાજનો તથા નવીન જવાબદારીનો બોજ વધશે. તમારા કામનો પ્રકાર પણ બદલાય. વિરોધીઓ ફાવી શકશે નહીં. ધંધા-વેપારમાં સફળતા વિકાસ અને કાર્યસિદ્ધિ સૂચવે છે. નવીન યોજનાને આગળ ધપાવી શકશો. તમારી જમીન-મકાન મિલકત સંબંધિત બાબત અંગેની મુશ્કેલીઓ દૂર થાય.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમયમાં માનસિક તથા શારીરિક સ્થિતિ એકંદરે સારી જળવાશે. કવચિત નરમ અસ્વસ્થતા આવે. ઉત્સાહપ્રેરક કામકાજો થાય. કોઈ સારા પરિચયો વધશે. આર્થિક જવાબદારીઓ અને અગત્યની લેવડદેવડના કામકાજો માટે આ સમય સાનુકૂળ જણાય છે. આર્થિક કટોકટી દૂર થાય. નવા સંબંધોથી લાભ મળે. ફસાયેલા કે અટકેલા લાભ મેળવવાના પ્રયત્નો ફળદાયી બનશે. આ સપ્તાહમાં સામાજિક તથા કૌટુંબિક કારણસર ખર્ચના યોગ બને છે.

મકર (ખ,જ)ઃ આ સમયમાં તમારી મનોસ્થિતિ તંગ અને અશાંત રહેશે. ધીરજ રાખીને કામ કરશો તો પરિસ્થિતિ સાનુકૂળ અને સુખદ બનાવી શકશો. ઉતાવળિયા કે ઘાંઘા બનશો નહીં. આર્થિક રીતે આ સમય મધ્યમ રહે તેથી વધારાની આવકો ઊભી કરવા વધુ મહેનત કરવી પડશે. વળી નવા ખર્ચાઓનો બોજો પણ વધશે. જેને તમે નિપટાવી શકશો. નોકરિયાતો માટે હજુ કેટલાક વિઘ્નો જણાય છે તેથી યોગ્ય સમયની રાહ જોવી પડે. અગત્યના પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થશે. ધંધા-વેપારના ક્ષેત્રે તમારા પ્રયત્નોનું ફળ જરૂર મેળવી શકશો.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ સર્જનાત્મક અને રચનાત્મક કાર્યોમાં સાનુકૂળતા મળતા આનંદ અને ખુશી જણાય. મનની ઇચ્છાઓ સાકાર થતી જણાશે. બેચેનીનો બોજો હળવો થશે. આર્થિક જવાબદારીઓ છતાંય એકંદરે પરિસ્થિતિ ટકાવી શકશો અને નાણાંના અભાવે કશું અટકે નહિ. એકાદ-બે લાભ આવકના પ્રસંગોના કારણે ચિંતા દૂર થાય. નોકરિયાતો માટે આ સમય સફળતા, પ્રગતિ અને યશ આપનાર છે. હિતશત્રુઓના હાથ હેઠા પડે. સારી તકો મળતાં આનંદ વધે. ધંધા-વેપારના ક્ષેત્રે હવે આગેકૂચ કરી શકશો. અલબત્ત પ્રગતિ મંદ ગતિએ થશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં ઉત્સાહપ્રેરક બનાવોના કારણે મનની અશાંતિ સર્જતા પ્રસંગોથી બચી શકશો. મહત્ત્વના કામકાજો કે કામગીરીઓમાં સફળતા મળવાના આશાસ્પદ સંજોગો આનંદનો અનુભવ કરાવશે. સ્નેહીજનોથી મિલન-મુલાકાત થાય. આર્થિક બાબતો પ્રત્યે વધુ સજાગ રહેવું પડશે. તમારી અગાઉની કામગીરી અને જવાબદારીના કારણે ખર્ચ વ્યય વધશે. નાણાંકીય દૃષ્ટિએ મૂંઝવણો સર્જાશે. નવા ખર્ચા ન વધવા દેવાથી રાહત રહે. નોકરિયાતોને માર્ગ આડે જણાતા અવરોધ ધીમે ધીમે દૂર થતાં જણાશે. પ્રગતિનો માર્ગ ખૂલ્લો થાય. સ્વજનો-મિત્રો તરફથી વધુ મદદ મળે.


    comments powered by Disqus