મેષ (અ,લ,ઇ)ઃ સામાજિક-રાજકીય કાર્યોને લીધે દોડધામ વધશે. તમારી તંદુરસ્તી બાબતે કાળજી આવશ્યક છે. વધુ પડતાં ઉજાગરા મન બેચેન બનાવશે. જોઈજાળવીને કરેલી કામગીરી સફળ થશે. હિતશત્રુઓ તમને નીચું દેખાડવા પ્રયત્નો કરશે.
વૃષભ (બ,વ,ઉ)ઃ આકસ્મિક યાત્રા-પ્રવાસની ગોઠવણી થવાની સંભાવના અધિક છે. કુંવારાઓને આ સમય પસંદગીના પાત્રો માટે દોડધામ કરાવશે. વેપાર-ધંધામાં બરકત જણાશે. નોકરીમાં પણ આનંદજનક સમય રહેશે. મનોબળ વધુ મજબૂત બનશે.
મિથુન (ક,છ,ઘ)ઃઆ સપ્તાહમાં પુરુષાર્થ ફળશે. મહત્ત્વના કાર્યોમાં પણ પ્રગતિ થતી જોવા મળે. ઉમંગ-ઉત્સાહ જણાશે. આર્થિક દૃષ્ટિએ શુભ સમય હોવાથી ચિંતા કે બોજો હળવો થાય. નોકરિયાતો માટે શુભ સમય.
કર્ક (ડ,હ)ઃ ગ્રહયોગ દર્શાવે છે કે મનોસ્થિતિ મૂંઝવણભરી રહેશે. પૂર્વનિર્ધારિત યોજનામાં જોઈએ તેટલી પ્રગતિ ન જણાતાં ઉચાટ વધે. આ સમય નાણાંકીય બાબતો પ્રત્યે વધુ લક્ષ યા તકેદારી માંગી લે તેવો છે.
સિંહ (મ,ટ)ઃ આત્મબળ થકી કાર્યો સરળ થાય તે ઉક્તિ આપે કામે લગાડવી પડશે. સ્વશક્તિથી આગળ વધવાનો પ્રયત્ન સફળ થશે. અન્ય ઉપરના વિશ્વાસે કામ બગડતું જણાશે. સામાજિક વ્યવહાર સાચવવાનું તમારા હિતમાં રહેશે.
કન્યા (પ,ઠ,ણ)ઃ વિપરિત સંજોગોથી ઉત્પાત કે અજંપો વર્તાશે. લાગણીઓ કે સ્વમાન ઘવાય તેવા પ્રસંગો પણ બેચેન બનાવે. આત્મવિશ્વાસ અને ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા વડે જ તમે રાહત મેળવી શકશો. તમારા વિચારો અને ધ્યેયને વળગી રહેજો.
તુલા (ર,ત)ઃ માનસિક શાંતિ ડહોળાય તેવા સંજોગોનો સામનો થશે. નિરાશાજનક વિચારો છોડીને પુરુષાર્થ અને આત્મવિશ્વાસ વધારવા જરૂરી છે. ખર્ચના પ્રસંગો વધશે. કરજ કે લોનના લીધે આર્થિક બોજો વધશે.
વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં ચિંતાઓ, ઉપાધિ રહેવા છતાં એકંદરે તમે ઠીક ઠીક પ્રમાણમાં સંજોગોનો સામનો કરી શકશો. આથી હવે અવરોધો કે સંઘર્ષથી ડરશો કે ભાગશો નહીં. અણધાર્યા ખર્ચ અને ખરીદીના પ્રસંગો આવશે.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સપ્તાહે પ્રતિસ્પર્ધીઓ તમને પાછળ પાડવા માટે પ્રયત્ન કરી શકે છે. જોકે તેઓ ફાવશે નહીં. સગા-સંબંધીને આર્થિક મદદ કરવી પડશે. બચેલા નાણાં ખર્ચવા પડે તેવી સંભાવના છે. નવી સ્થાવર મિલકત ખરીદવા યોગ્ય સમય છે.
મકર (ખ,જ)ઃ આ સમયગાળામાં અકારણ માનસિક ઉશ્કેરાટ અથવા તો ઉગ્રતા વધવાના પ્રસંગો સર્જાશે. સંયમથી વર્તશો તો પરિસ્થિતિને બગડતી અટકાવી શકશો. કોઇ પણ મુદ્દે ઉતાવળા નિર્ણયો ન લેવાની સલાહ છે. આવક વધે તેવા પ્રસંગો આવશે.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ આયોજનબદ્ધ કામ થકી સારી સફળતા મેળવશો. દબાયેલા નાણાં અને આર્થિક વ્યવહાર બાબતે થોડીક ચડભડ રહેશે. મકાન-મિલકતના પ્રશ્નો ઉકેલાશે. નવા સાહસ પણ તમારા માટે લાભકારક બનશે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં મૂંઝવણો કે ચિંતાનો ઉકેલ મળતાં રાહત થાય. અણધારી મદદથી અવરોધ દૂર થાય. આર્થિક સંજોગો ધીમે ધીમે સુધરતા જણાય. નાણાંકીય કામકાજ માટે જરૂરી ગોઠવણ થશે.
