પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. પ્રિયંકાની માતા માતા મધુ ચોપરા ફંક્શન્સ પર ખૂબ ધ્યાન આપી રહી છે. નિક અને તેનો પરિવાર ભારત આવી ગયો છે. આ લગ્ન ૨ ડિસેમ્બરના થવાના છે. પ્રિયંકા હિંદુ તેમજ ક્રિશ્ચિયન એમ બે વિધિથી લગ્ન કરવાની છે. તેમજ તેના લગ્નના રિસેપ્શન પણ દિલ્હી અને મુંબઇ શહેરમાં થવાના છે.
પ્રિયંકા અને નિકના લગ્નના ફંકશન ૨૯ નવેમ્બરથી શરૂ થઇ જશે. ૨૯ નવેમ્બરે મહેંદી અને સંગીત સેરેમની છે. નિક આંતરરાષ્ટ્રીય અને બોલિવૂડના મિક્સ ગીતો પર ડાન્સ કરશે. પ્રિયંકા ‘ગલા ગુંડિયાં’, ‘દી ગર્લ’ અને ‘પિન્ગા’ પર ડાન્સ કરશે. પ્રિયંકા અને નિક સાથે પણ ડાન્સ કરવાના છે. તેમજ નિક પ્રિયંકા માટે હિંદી ગીત પણ ગાવાનો છે. પોતાના લગ્નની સંગીત સેરેમની માટે પ્રિયંકાએ ગણેશ હેગડેને કોરિયાગ્રાફર તરીકે પસંદ કર્યો છે.
તેઓએ ૩૦, નવેમ્બરે કોકટેઇલ પાર્ટી યોજી છે. તેમજ હલદી સેરેમની ૧, ડિસેમ્બરના છે. પ્રિયંકા અને નિકના લગ્નનું રિસેપ્શન બે શહેરોમાં થવાનું છે. એક દિલ્હી અને મુંબઇ. દિલ્હીના રિસેપ્શન માટે પ્રિયંકા અને નિક વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવાના છે. દિલ્હીનું રિસેપ્શન લગ્નના થોડા દિવસો બાદ ફાઇવસ્ટાર હોટલમાં કરવામાં આવશે. પ્રિયંકાના મુંબઇના રિસેપ્શન અંગે તારીખ અને સ્થળ જાણવા મળ્યું નથી.
પ્રિયંકાના લગ્નમાં આમંત્રિતોની યાદીમાં સલમાન ખાન અને તેનો પરિવાર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, ફરહાન અખ્તર, સિદ્ધાર્થ રોય કપૂર તેમ અન્યો સામેલ છે.

