સામાન્ય ધારણા એવી છે કે ફુલ ફેટવાળું દૂધ આરોગ્ય માટે નુકસાનકારક હોય છે. જોકે નવું રિસર્ચ જણાવે છે કે આ દૂધના ઘણા ફાયદા છે. રિસર્ચથી જાણવા મળ્યું કે ફુલ ફેટવાળું દૂધ પીવાથી ડાયાબિટીસ, બ્રેઇન સ્ટ્રોક અને હૃદયની બીમારી સંબંધિત જોખમ ઘટે છે. દુનિયાના ઘણા પ્રતિષ્ઠિત રિસર્ચમાં આ સાબિત થયું છે.
કેનેડાની પોપ્યુલેશન હેલ્થ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પોષણ આહાર નિષ્ણાત મહશિદ દેહગને તાજેતરમાં આ દાવો કર્યો છે. તેમણે અને તેમની ટીમે ‘લેન્સેન્ટ’ મેગેઝિનમાં એક અભ્યાસને ટાંકીને કહ્યું કે દિવસમાં ત્રણ વખત ફુલ ફેટ દૂધ ધરાવતી પ્રોડક્ટ લેનારમાં જલદી મૃત્યુનું, હૃદયની બીમારીનું કે બ્રેઇન સ્ટ્રોકનું જોખમ ઘટે છે. જેઓ આવી પ્રોડક્ટ એક વખત કે તેનાથી ઓછી વખત લઇ રહ્યા છે તેમની તુલનાએ આ વધુ સુરક્ષિત છે કે દેહગન કહે છે કે ફુલ ફેટ દૂધમાં વિટામિન-કે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન સહિત ઘણાં પોષક તત્ત્વ છે. તેથી પહેલા અમેરિકી બજારમાં દૂધની ખપતમાં ઘટાડો થયો હતો. જોકે હવે સ્થિતિ બદલાઈ રહી છે. ફેટરહિત (સ્કિમ્ડ) દૂધનું વેચાણ ઘટ્યું છે અને ગયા વર્ષે ફેટવાળા દૂધનું વેચાણ ૫.૩ બિલિયન ડોલરે પહોંચ્યું હતું.

