નવી દિલ્હીઃ દુનિયામાં એવા કેટલાક લોકો છે જેઓ રડે છે ત્યારે આંખોમાંથી આંસુના બદલે લોહી નીકળે છે. ડોક્ટરોનું કહેવું છે કે આ એક પ્રકારની દુર્લભ બીમારી છે, પરંતુ મધ્યપૂર્વ એશિયાના દેશના યમનના એક નાના ગામમાં રહેતી ૧૬ વર્ષની સાદિયા સાલેહ જ્યારે પણ રડે છે ત્યારે તેની આંખોમાંથી પથ્થર નીકળે છે. ડોક્ટરની સામે જઈને જ્યારે સાદિયાએ પોતાની પરેશાની બતાવતા રડવા લાગી તો તેની આંખોમાંથી નાના નાના સખત પથ્થર નીકળવા લાગ્યા હતા. જેને જોઈને ડોક્ટરના હોશ ઊડી ગયા. ડોક્ટરે પરીક્ષણ માટે આ તમામ પથ્થરોને એક કટોરામાં ભેગા કર્યાં તો તેઓ સમજી શક્યા નહીં કે આખરે તેની પાછળનું કારણ શું છે કારણ કે સાદિયાને એવી કોઈ બીમારી નથી. કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે કદાચ આ કોઈ ભયંકર મહામારી છે.

