મુંબઈમાં ઉછરેલી અને ભણેલી ગરિમા અરોરા શેફ છે. જે બેંગ્કોકમાં ‘ગા’ નામનું એ રેસ્ટોરાં ચલાવે છે. ૩૦ વર્ષીય ગરિમા રેસ્ટોરાં માટે મિશેલિન સ્ટાર મેળવનાર પ્રથમ ભારતીય મહિલા છે. ફૂડ ઇન્ડસ્ટ્રીમાં કોઈ રેસ્ટોરાંને મિશેલિન સ્ટાર મળવો બહુ સન્માનીય ગણાય છે. ગરિમાએ ભણતર પછી મુંબઈમાં પત્રકાર તરીકે કામ કર્યું, પરંતુ એને ફૂડ ઇન્ડસ્ટ્રીમાં વધુ રસ હોવાથી પેરિસમાં કોર્ડન બ્લૂય ક્યુલિનરી સ્કૂલમાં શેફનો અભ્યાસ કર્યો. એ પછી દુબઈ, ડેન્માર્ક અને કોપનહેગનમાં મોટી રેસ્ટોરાંમાં કામ કર્યું. પછી એપ્રિલ ૨૦૧૭માં પોતાની રેસ્ટોરન્ટ ‘ગા’ ખોલી. ‘મિશેલિન’થી વિશ્વમાં જાણીતી વર્ષ ૨૦૧૯ના વર્ષની ગાઈડમાં ગરિમાના રેસ્ટોરાંને સ્થાન
મળ્યું છે.

