પંજાબમાં પવિત્ર ધર્મગ્રંથના અપમાનની અને કોટકપુરા તેમજ બહબલકલાં ગોલકાંડની તપાસ કરી રહેલી વિશેષ ટાસ્કફોર્સ (એસઆઈટી)એ ફિલ્મ અભિનેતા અક્ષયકુમારની ચંડીગઢમાં પૂછપરછ કરી હતી. આશરે બે કલાક ચાલેલી આ પૂછપરછમાં એસઆઈટીએ અક્ષયને ૪૨ સવાલ પૂછાયા હતા. અક્ષયે રામ રહીમ અને સુખબીર બાદલ સાથે કરેલી બેઠકને કારણે શીખોના ધર્મગ્રંથના અપમાન સહિત અનેક સવાલ તેને પૂછવામાં આવ્યા. જોકે અક્ષયે એસઆઈટી સમક્ષ તમામ આરોપોને નકાર્યા હતા.
કોટકપુરા સ્ટેશનમાં દાખલ કરાયેલા પ્રકરણ સંબંધે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પ્રકાશસિંહ બાદલ, શિરોમણિ અકાલીદળના સુપ્રીમો સુખબીર બાદલ અને અક્ષયકુમારને સમન્સ જારી કરાયા હતા. આ મામલે અભિનેતા અક્ષયકુમાર પર જસ્ટિસ રણજિતસિંહ આયોગના રિપોર્ટમાં સંગીન આરોપો લગાવાયા છે. અક્ષયે પોતાની સામેના આરોપો નકાર્યા હતા.

