અભિનેત્રી ચિત્રાંગદાએ ‘સૂરમા’થી ફિલ્મનિર્માણના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો તે વધુ એક સ્પોર્ટ્સ આધારિત ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહી છે. પૂર્વ હોકી કેપ્ટન સંદીપ સિંહ પર આધારિત ફિલ્મ ‘સૂરમા’ની સફળતા બાદ ચિત્રાંગદા હવે એક દિવ્યાંગ તરવૈયાની વાર્તા મોટા પડદા પર લાવવાની તૈયારી કરી રહી છે. સૂત્રો મુજબ ચિત્રાંગદા દિવ્યાંગ તરવૈયાની વાર્તાથી ખૂબ જ પ્રભાવિત છે જેણે દેશ માટે ઘણુ કર્યું હતું. આ માટે વાતચીત ચાલી રહી છે, બાયોપિક બનાવવામાં સમય લાગે છે કારણ કે તેના માટે મંજૂરી લેવી પડે છે. ચિત્રાંગદાએ કહ્યું હતું સાચી વાર્તાઓ દર્શકો સુધી જરૂર પહોંચવી જોઈએ, જો તમે તેને સારી રીતે રજૂ કરો છો તો તે જરૂર ચાલશે.

