સદીના મહાનાક અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા સહિતની બોલિવૂડ સેલિબ્રિટીઓએ રક્ષાબંધનની ઉજવણી સાથે સાથે પ્રશંસકોને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી. શાહરુખની દીકરી સુહાના ખાન અને પુત્ર અબરામે રક્ષાબંધનની ઉજવણી કરીને ટ્વિટ કર્યું હતું કે, રાખડીની ઉજવણી કરી, પરિવારમાં વચન આપવામાં આવ્યું કે મહિલાઓનું સન્માન કરાશે. મહિલાઓનું સન્માન કરવાથી તમે નૈતિક રીતે મજબૂત બનો છો, સર્વેને રક્ષાબંધનની શુભેચ્છાઓ. બધી બહેનોનું સન્માન કરો. પ્રિયંકાએ હાલમાં જ અમેરિકન ગાયક નીક જોનાસ સાથે સગાઈ કરી છે. પીસીએ પણ પોતાના ભાઈ સાથે રક્ષાબંધનની ઉજવણીની તસવીરો શેર કરતાં લખ્યું હતું કે, આ તેનો પ્રિય તહેવાર છે. આ ઉપરાંત સોનમ કપૂર, અર્જુન કપૂર, સોહા અલી ખાન, સૈફ અલી ખાન, અભિષેક બચ્ચન, શ્વેતા બચ્ચન નંદા, કાજોલ, શ્રદ્ધા કપૂર, કાર્તિક આર્યન, બિપાશા બાસુ, એકતા કપૂર, સની દેઓલ અને ટ્વિંકલ ખન્નાએ પરિવાર સાથે રક્ષાબંધન ઉજવી હતી.

