રાહતકાર્યો માટે રણદીપ હુડ્ડા કેરળમાં

Wednesday 29th August 2018 07:39 EDT
 
 

કેરળના પૂરને કારણે કેરળમાં ભારે તબાહી સર્જાઈ છે. બોલિવૂડના ઘણા સ્ટાર કોઈક ને કોઈક રીતે મદદ માટે આગળ આવી રહ્યા છે. કેટલાક અભિનેતાઓએ આર્થિક મદદ કરી છે તો કેટલાક અભિનેતા કેરળમાં રાહત કાર્યોમાં લાગ્યાં છે. સમાજસેવા માટે જાણીતો રણદીપ હુડ્ડા પણ કેરળ પહોંચ્યો છે. રણદીપની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાઇરલ થઈ છે જેમાં તે કેરળમાં પૂરપીડિતોને ખાવાનું પીરસીને સેવા કરી રહ્યો છે. રણદીપ ‘ખાલસા એડ ઇન્ટરનેશનલ સંગઠન’ના નેજા હેઠળ ચાલી રહેલા રાહત કામમાં મદદ માટે કેરળ પહોંચ્યો છે.


comments powered by Disqus