સંસ્થા સમાચાર તા. ૧-૯-૨૦૧૮

Wednesday 29th August 2018 10:15 EDT
 

• BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ૧૦૫-૧૧૯, બ્રેન્ટફિલ્ડ રોડ, લંડન NW10 8LDખાતે તા. ૩ સપ્ટે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવનું આયોજન કરાયું છે. સવારે ૯થી રાત્રે ૮ અન્નકૂટ દર્શન, રાત્રે ૮ વાગે ઉત્સવ સભા અને રાત્રે ૧૦ વાગે શ્રી કૃષ્ણ જન્મોત્સવની આરતી થશે. આખો દિવસ ભગવાનના દર્શનનો લાભ મળશે. પંચાજીરીના પ્રસાદનો લાભ અવશ્ય લેશો. સંપર્ક. 020 8965 2651
• શ્રી રાધા કૃષ્ણ મંદિર-શ્રીનાથજી હવેલી બાલમ હાઇરોડ ખાતે તા. ૩ સપ્ટેમ્બર, સોમવારે ૭.૦૦ વાગ્યે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે ત્યારબાદ ૭.૩૦ વાગ્યે શ્રીનાથજી હવેલીમાં ૭.૩૦ વાગ્યે આરતી બાદ જન્માષ્ટમી ઉજવાશે.
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે તા.૩ સપ્ટેમ્બર સાંજે ૭થી મધરાત સુધી જન્માષ્ટમીની ઉજવણીનું આયોજન કરાયું છે. આરતી મધરાતે થશે. સાંજે ૭ થી ભોજન પ્રસાદ અપાશે. સંપર્ક. 020 8553 5471
• સ્વામીનારાયણ મંદિર સ્ટ્રેધામ,(ISSO) ૭૨, કોલ્મર રોડ, સ્ટ્રેધામ લંડન SW16 5JZ ખાતે ૨૩મા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે આયોજીત કાર્યક્રમો • તા. ૨થી ૮ સપ્ટેમ્બર સવારે ૧૦થી ૧૨.૩૦ અને સાંજે ૪થી ૬.૩૦ સ્વામી સત્યપ્રકાશદાસજીના વક્તા પદે ‘શ્રીમદ ભાગવત સપ્તાહ’. દરરોજ બપોરે ૧ અને સાંજે ૭ મહાપ્રસાદ અને સાંજે ભજન સંધ્યા • તા.૩ સપ્ટે. સાંજે ૭.૩૦ જન્માષ્ટમી નિમિત્તે જન્મોત્સવની ઉજવણી • તા.૫ સપ્ટે. સવારે ૯ મહાઅભિષેક • તા.૮ સપ્ટે. ફ્રી હેલ્થ ચેક • તા.૯ સપ્ટે. સવારે ૯ બ્રાહ્મણ દ્વારા શિવપૂજન
સંપર્ક. 020 8679 8050.
• ગાયત્રી પરિવાર યુકે દ્વારા ડો. ચિન્મય પંડયાના વક્તા પદે યુથ કન્વેન્શનનું તા. ૧ સપ્ટેમ્બર બપોરે ૨થી પ દરમિયાન ૧૬, રેન્ડલ રોડ, લેસ્ટર LE4 6BY ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01162 669 902
• શ્રી ઠાકુર અનુકુલચંદ્રના સત્સંગનું તા. ૧ સપ્ટે. સાંજે ૬.૩૦થી રાત્રે ૮ દરમિયાન રેડિંગ હિંદુ ટેમ્પલ, ૧૧૨, વ્હીટલી સ્ટ્રીટ, રેડિંગ, RG2 0EQ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07868 098 775
• લેસ્ટર ફ્રેન્ડઝ ઓફ ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝ દ્વારા તા.૧ સપ્ટેમ્બર સાંજે ૬.૩૦થી ૯ દરમિયાન ફોર પુરુષાર્થ; ધ ગોલ્સ ઓફ હ્યુમન લાઈફ વિષય પર ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝના ડો. નીક સટનના પ્રવચનનું બેલ્ગ્રેવ નેબરહુડ સેન્ટર, રોથલી સ્ટ્રીટ, લેસ્ટર LE4 6LF ખાતે આયોજન કરાયું છે.
સંપર્ક. [email protected]
• પૂ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિની ઉજવણી નિમિત્તે તેમના જીવન અને કવન વિશે સંગીતમય શ્રદ્ધાંજલિના અભિયાન ‘એવા સંતને નમું હું શીશ’ અંતર્ગત તા.૮ સપ્ટે. એન્ટવર્પ, બેલ્જિયમના BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે તેમજ તા.૯ સપ્ટે. BAPSશ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતે કાર્યક્રમનું આયોજન
કરાયું છે.
• મેલડીમાના ગરબા: શ્રી મેલડીમા સેવા પરિવાર ઇન્ટરનેશનલના ઉપક્રમે તા. ૮ સપ્ટેમ્બર, શનિવારે સાંજે ૭.૦૦ વાગ્યાથી માતાજીના ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ખેડા સ્થિત શ્રી મેલડીમાના ઉપાસક પૂ. માડીના સાનિધ્યમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવેશ માટે કોઇ ફી નથી અને સૌ માટે મહાપ્રસાદની વ્યવસ્થા છે. સ્થળ: શ્રી સનાતન મંદિરની પાછળના બેન્કવેટ હોલ, વેમ્બલી,HA0 4TA,વધુ વિગત માટે સંપર્ક રાજુ પટેલ 07920 174231, રીપલ પતેલ 07930 484562
• નાગરેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શનિવાર તા. ૮ સપ્ટે. સાંજે ૬-૩૦થી ડીનર સાથે હરીબેન બચુભાઇ નાગરેચા હોલ, ૧૯૮-૨૦૨ લેયટન રોડ, ઇસ્ટ લંડન E15 1DT ખાતે લોકપ્રિય ગીતોના સંગીતમય કાર્યક્રમ ‘યાદેં’નું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જ્યોતિ ક્રિશ્ચિયન, અલ્પા ગોસ્વામી, ગૌતમકુમાર, અક્ષય તમાયચે, અજય પટેલ અને વિવિધ કલાકારો મોડે સુધી ગીતસંગીત કાર્યક્રમ રજૂ કરશે. સંપર્ક: 07760 388 911 અને જુઓ જાહેરાત પાન નં. ૨૯
• ચિન્મય મિશન-યુકે દ્વારા તા.૧૭થી ૨૨ સપ્ટેમ્બર દરમિયાન સાંજે ૭.૩૦થી ૯ દરમિયાન ઇંગ્લિશ ભાષામાં ‘ધ સિક્રેટ્સ ઓફ ધ હનુમાન ચાલીસા એન્ડ ફેસ્ટિવલ ઓફ હનુમાન’ વિષય પર સ્વામી સ્વરૂપાનંદના પ્રવચનનું ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો HA2 8AX ખાતે આયોજન કરાયું છે. છ દિવસના સાંધ્ય કાર્યક્રમમાં પ્રવચનની સાથે દરરોજ મનોરંજક કાર્યક્રમો અને ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે. શનિવારે ફેસ્ટિવલ ઓફ હનુમાન કાર્યક્રમ યોજાશે. પ્રવેશ મફત. સંપર્કઃ [email protected] અથવા જુઓ www.chinmayuk.org.
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતે સપ્ટેમ્બર ૨૦૧૮ના કાર્યક્રમો • તા. ૪ સાંજે ૬.૩૦ ‘કલારસ’ સુરભિ ભારદ્વાજ દ્વારા ભરતનાટ્યમ નૃત્ય. • તા. ૫ સાંજે ૬.૩૦ બુક ડિસ્કશન – ધ નાણાવટી કેસ ધેટ શુક ઈન્ડિયા • તા. ૬ સાંજે ૬.૩૦ ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘નેમાઈ ઘોષ – અ રે ઓફ લાઈટ’ • તા. ૭ સાંજે ૬.૩૦ ઓડિસી ડાન્સ મેલા - જનહબી બેહેરા. સંપર્ક. 020 7491 3567
• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના કાર્યક્રમો - તા.૬ થી ૧૦ સપ્ટે. સવારે ૧૦થી સાંજે ૫ દરમિયાન વર્કશોપ ‘ધ પાવર ઓફ એચીવમેન્ટ વીથ કોલી સિમન એન્ડ રોબી હીલ’ - તા.૬ સપ્ટે. બપોરે ૧.૩૦થી રાત્રે ૮ ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિ વિશે ‘લીટ ઓ ફેસ્ટ’ કાર્યક્રમ. સંપર્ક. 020 7381 3086
• પંકજ સોઢા આયોજીત પ્રતિમા ટી અભિનિત કોમેડી નાટક ‘પપ્પાની ધમાલ તો મમ્મીની કમાલ’ના સપ્ટેમ્બર ૨૦૧૮ના શોઝ • તા.૧૪ સાંજે ૮ વિન્સ્ટન ચર્ચિલ હોલ રાઈસ્લિપ સંપર્ક. પ્રતિભા લાખાણી 07956 454 644 • તા. ૧૫ સાંજે ૭.૩૦ યુક્રેનિયન સોશિયલ ક્લબ, ૧૬૯, લેગ્રામ્સ લેન BD7 2EAબ્રેડફર્ડ સંપર્ક. અશોક મિસ્ત્રી 07785 116 921
• તા.૧૬ બપોરે ૨ હિંદુ કોમ્યુનિટી સેન્ટર, હાઈફિલ્ડ રોડ, વેલિંગબરો સંપર્ક. પ્રતિભા પંડ્યા NN8 1PL 01604 450 140
• કાર્ડિફ સનાતન ધર્મ મંડળ અને હિંદુ કોમ્યુનિટી સેન્ટર, સીવ્યૂ બિલ્ડીંગ, લુઈસ રોડ, કાર્ડિફ CF24 5EB ખાતેના નિયમિત કાર્યક્રમો • દર રવિવારે ભજન કિર્તન, હેલ્થ વર્કશોપ, બાલ ગોકુલમ વર્ગો • દર મંગળવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન લેડીઝ સંગીત
• ગુરુવારે ૫૦થી વધુની વયના લોકો માટે ડે સેન્ટર તેમજ વિવિધ ધાર્મિક સામાજિક કાર્યક્રમો. સંપર્ક. 02920 623 760
• ભક્તિવેદાંત મેનોર, હરે કૃષ્ણ ટેમ્પલ, ધરમ માર્ગ, હિલફિલ્ડ લેન, વોટફર્ડ, હર્ટ્સ WD25 8EZ ખાતે આરતીનો સમય – સવારે ૪.૩૦, ૭.૦૦, ૮.૧૫, બપોરે ૧૨.૩૦, ૪.૨૦, સાંજે ૭.૦૦ અને રાત્રે ૯.૦૦ (દરરોજ બપોરે ૧થી ૪.૨૦ સુધી દર્શન બંધ રહેશે. જોકે, રવિવાર અને તહેવારના દિવસે બપોરે ૧૨.૩૦થી ૩.૪૫ સુધી દર્શનનો લાભ લઈ શકાશે.) વેબસાઈટઃ WWW.KRISHNATEMPLE.COM સંપર્કઃ 01923 851 000


comments powered by Disqus