કરણ જોહરની પીરિયડ ડ્રામા ‘તખ્ત’માં કરીના કપૂર ખાન અને રણવીર સિંહ પ્રથમ વખત એક સાથે દેખાશે. રણવીર સિંહને આ પેઢીનો સૌથી પ્રતિભાવાન અભિનેતા ગણાવતાં કરીના કપૂરે કહ્યું હતું આટલાં વર્ષો બાદ અંતે હું તેની સાથે રૂપેરી પડદા પર દેખાઈશ જે મારા માટે ગૌરવની વાત છે. હું ખૂબ જ ખુશ છું. ‘તખ્ત’ મોઘલ સામ્રાજ્યના સમયની ફિલ્મ છે જેમાં આલિયા ભટ્ટ, ભૂમિ પેડનેકર, વિકી કૌશલ, જ્હાનવી કપૂર અને પીઢ અભિનેતા અનિલ કપૂર પણ દેખાશે.

