બોલ્ટન હિંદુ ફોરમ દ્વારા સેવા પ્રવૃત્તિ દિવસ ઉજવાયો

Wednesday 07th February 2018 06:49 EST
 
 

લંડનઃ ઘરવિહોણા લોકોને કપડા અને ભોજન પૂરા પાડવા માટે બોલ્ટન હિંદુ ફોરમ (BHF)દ્વારા સેવાકિય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. સમાજના લોકોને કપડા અને ભોજનસામગ્રી પૂરી પાડવા અનુરોધ કરાયો હતો. જેને ભારે પ્રતિસાદ સાંપડ્યો હતો. SKS સ્વામીનારાયણ મંદિર (એડીલેડ સ્ટ્રીટ) અને વેદ મંદિર ખાતે આ વસ્તુઓ એકત્ર કરવા પોઈન્ટ રખાયા હતા. આ ઉપરાંત એક ગુજરાતી શાળાના ક્લાસરૂમને પણ કલર કરવામાં આવ્યો હતો.

સંસ્થાએ આ તમામ વસ્તુઓ બેઘર લોકોને મદદ કરતી બોલ્ટન કોમ્યુનિટી કિચન, હોમલેસ એઈડ યુકે અને ફૂડસાયકલ એમ ત્રણ ચેરિટીને પહોંચાડી હતી. BHF ના પ્રોજેક્ટ ડેવલપમેન્ટ ઓફિસર પારસ અગ્રાવતે જણાવ્યું હતું કે સંસ્થા સમાજસેવાની પ્રવૃત્તિ આગળ ધપાવશે. સંસ્થા દ્વારા બીજો સેવાપ્રવૃત્તિ દિવસ આગામી ૬ મે ૨૦૧૮ને રવિવારે યોજાશે.


    comments powered by Disqus