લંડનઃ રેડિચની એલેક્ઝાન્ડ્રા હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ તરીકે નોકરી મેળવવા માટે સર્જીકલ ક્ષેત્રના પોતાના અનુભવ વિશે જૂઠ્ઠું બોલીને છેતરપિંડી કરવા બદલ ૪૮ વર્ષીય સર્જન સુદીપ સરકારને વુસ્ટર ક્રાઉન કોર્ટના જજ રોબર્ટ જ્યુક્સે છ મહિનાની જેલની સજા કરી હતી.
સરકાર વાર્ષિક ૮૪,૦૦૦ પાઉન્ડની નોકરી મેળવવા ખોટું બોલ્યા હતા. તેમણે તે હોસ્પિટલમાં ઓગસ્ટ ૨૦૧૧થી જૂન ૨૦૧૨ સુધી ફરજ બજાવી હતી. તેમણે જાતે આંતરડાની માત્ર ૬ કીહોલ સર્જરી કરી હતી, જ્યારે તેમણે ૮૫માંથી ૫૧ સર્જરી કરી હોવાનું જણાવ્યું હતું. સુદીપ સરકારે દાખવેલી તબીબી બેદરકારીના ૧૯ કેસોમાં NHSને ૨ મિલિયન પાઉન્ડનું બિલ ભોગવવું પડ્યું હતું.
